ઈથેનોલ મુદ્દે પેઈડ વિરોધ થઈ રહ્યો છે
વિદર્ભમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક છે, ખેડૂતો સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં : ગડકરી
પૂણે: દેશમાં હાલ ઈથેનોલ મિશ્રિત ઈંધણ અંગે વિવાદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર તેમના સંતાનોને કરોડો રૂપિયાની કમાણી કરાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે તેમણે ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. આ આક્ષેપોને નકારી કાઢતા નીતિન ગડકરીએ કહ્યું કે, તેમની પાસે માસિક રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી શકે તેવું મગજ છે. તેમને રૂપિયાની અછત નથી.