તાવ,
શરદી-ખાંસી અને કફ સહિતની વાયરલ બિમારીઓના
મેડિસીન અને પિડીયાટ્રીકમાં વાયરલ રોગચાળાના દર્દીઓ ઉપરાંત ઓર્થોપેડિક,આંખ,જનરલ સર્જરી,સ્કિન વિભાગની ઓપીડી પણ ફુલ
ગાંધીનગર : હાલ વાતાવરણમાં થઇ રહેલા પલટાની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય
પર પડી રહી છે. તાવ, શરદી-ખાંસી,કફ સહિત વાયરલ
બિમારીઓ વધી રહી છે જેમાં અત્યાર સુધી બાળકોમાં વાયરલ બિમારીઓનું પ્રમાણ વધુ હતું
ત્યારે હવે મોટા પણ આ વાયરલ બિમારીઓના સકંજામાં આવી ગયા છે. રવિવારની એક રજા પછી
સોમવારે સિવિલની ઓપીડીઓ જુના રેકર્ડ તોડયા છે અને સાંજ સુધીમાં સાડા ત્રણ હજારથી
પણ વધુ દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે જેમાં
મેડિસીનની ઓપીડીમાં ૮૮૧ જ્યારે બાળકોની ઓપીડી ૨૫૧ દર્દીઓ નોંધાયા હતો.તો બીજીબાજુ
શહેરની ખાનગી હોસ્પિટલ તથા ક્લિનીકો બહાર પણ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી
છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં સતત વાતાવરણ બદલાઇ રહ્યું છે.
તા.૬-૭ સપ્ટેમ્બરે સતત વાદાળછાયા વાતાવરણ
વચ્ચે અનરાધાર વરસાદ પડયો હતો ત્યાર બાદ ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે તો
વહેલી સવારે અને મોડી રાત્રે ઝાકળ સાથે ઠંડક પ્રસરી જાય છે.જેના કારણે એક જ
અઠવાડિયામાં ઠંડી, ગરમી તથા
વરસાદી સિઝનનો અનુભવ નગરજનોને થયો છે.
ગાંધીનગરમાં સવારે એન રાત્રીના તાપમાનમાં બેવડો તફાવત નોંધાઇ રહ્યો છે આમ, સતત બદલાતી
સિઝનની સીધી અસર નગરજનોના સ્વાસ્થ પર પણ વર્તાઇ રહી છે. સવારે-રાત્રે ઠંડી જ્યારે
દિવસે ઉનાળા જેવી ગરમી ઉપરાંત સતત વાદળછાયા વાતાવરણને કારણે ત્રેવડી ઋુતુનો અનુભવ
થઇ રહ્યો છે. જેના કારણે વાયરલ બિમારીઓમાં
વધારો થયો છે. શરદી-ખાંસી,
કફ, ગળામાં
બળતરા તથા તાવના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.આ ઉપરાંત આ વખતે અત્યારે ડેન્ગ્યુ
કરતા મેલેરિયાના દદીઓ વધુ જોવા મળી રહ્યા છે તો પાણીજન્ય ગણી શકાય તેવા ઝાડા ઉલ્ટી
અને કમળાના પણ છુટા છવાયા કેસ ઓપીડીમાં આવે છે તેમ સિવિલમાં મેડિસીન વિભાગના વડા
ડો. દિનકર ગોસ્વામીએ જણાવ્યું હતું.
રવિવાર બાદ આજે સોમવારે ગાંધીનગર સિવિલ દર્દીઓથી ઉભરાઇ હતી
એટલુ જ નહી, સિવિલમાં
મેળા જેવો માહોલ હતો. મેડિસીનમાં સૌથી વધુ ૮૮૧ કેસ ફક્ત એક જ દિવસમાં નોંધાયા છે.
આ ઉપરાંત બાળકોના વોર્ડમાં પણ આજે ૨૫૧ કેસ નોંધાયા છે. જ્યારે જનરલ સર્જરી
વિભાગમાં ૪૪૮, સ્કિનની
ઓપીડીમાં ૩૯૮,ઇએનટીમાં
૨૭૪, આંખની
ઓપીડમાં ૨૩૧, ઓર્થોપેડિક
ઓપીડીમાં ૩૩૭, ડેન્ટલમાં
૯૮, ન્યુરોલોજીમાં
૫૭ દર્દીઓ નોંધાયા હતા. હાલ બિનઆરોગ્યપ્રદ ઋતુને કારણે ગાંધીનગર સિવિલ ઉપરાંત
ખાનગી હોસ્પિટલો તથા ક્લિનિકોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.