gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારતીય યુવકોને ઉંચા પગારની ઓફર કરી ઓનલાઇન ફ્રોડમાં તેમનો ઉપયોગ કરતા ચાઇનીઝ ઠગોની જાળમાં વડોદરાના બે  યુવકો ફસાયા હોવાની વિગતો  બહાર આવી છે.જેમાંથી એક યુવકનું સુરત પોલીસે રેસ્ક્યૂ કર્યું છે.પરંતુ ન્યુ સમા રોડના બીજા યુવકનો પત્તો નહિ લાગતાં તેના પિતાએ સમા પોલીસ પાસે મદદ માંગી છે.

તાજેતરમાં જ સુરત સાયબર સેલે મ્યાન મારમાં ભારતીય યુવકોને ગોંધી રાખી કરોડોના સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવાના ચાઇનીઝ ઠગોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.જેમાં વિદેશમાં રૃપિયા કમાવવા જનારા યુવકોને વધુ પગારની લાલચ આપી પાસપોર્ટ અને મોબાઇલ આંચકી લીધા બાદ તેમને બંધક બનાવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી હતી.આ યુવકોને માર પણ મારવામાં આવતો હોવાની અને તેમને પુરતું ખાવાનું પણ આપવામાં નહિ આવતું હોવાની વિગતો બહાર આવી હતી.

યુવકોને છોડવા માટે ચાઇનીઝ ઠગો દ્વારા રૃ.૩ થી ૫ લાખ લેવામાં આવતા હોય છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે ગુપ્ત ઓપરેશન કરાવી સુરત અને વડોદરાના બે યુવકોને મ્યાનમારમાંથી છોડાવ્યા હતા.

પરંતુ વડોદરાના હજી એક યુવકનો પત્તો નથી.ન્યુ સમા રોડની અભિલાષા ચોકડી પાસે સુદર્શન નગર સોસાયટીમાં રહેતા તુષાર નામનો આશાસ્પદ યુવક ગઇ તા.૧૭-૪-૨૦૨૪ના રોજ દુબઇ કમાવવા માટે સમાના વેદ અને કુશાંગ નામના એજન્ટ મારફતે ગયો હતો.પરંતુ ત્યાંથી પાંચ જ મહિનામાં અભિષેક સિંગ નામના એજન્ટના માધ્યમથી હોંગકોંગ વધુ કમાવવા ગયો હતો.ત્યારબાદ તેનો એકાદ બે વાર સંપર્ક થયા બાદ કોઇ પત્તો નહી હોવાથી પિતા નાગરભાઇ રાણપરા અને માતાની હાલત દયનિય બની ગઇ છે.તેમણે પોલીસ કમિશનર અને સમા પોલીસને ફરિયાદ આપી તાકિદે તપાસ કરવા માંગણી કરી છે.

તુષારને હોંગકોંગ થઇ થાઇલેન્ડ કે કંબોડિયા લઇ જવાયો હોવાની શક્યતા

ઉંચા પગારના નામે ભારતના યુવકોને  બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફસાયા 2 - imageતુષારના પિતાએ કહ્યું છે કે,તેના પુત્રને હોંગકોંગ થઇને બીજા દેશોમાં લઇ જવામાં આવ્યો હોવાની શક્યતા છે.

તુષાર અને તેના સંપર્કમાં રહેલા મિત્ર સાથે વાતચીત થઇ ત્યારે પાંચ મહિના દુબઇ રહીને તે હોંગકોંગ ગયો હોવાની વાત જાણવા મળી હતી.તુષારે વધુ પગાર મળવાનો છે તેમ કહ્યું હતું અને અભિષેક સિંગ નામના એજન્ટનું પણ નામ જાણવા મળ્યું હતું.

તુષારને ત્યાંથી થાઇલેન્ડ,કંબોડિયા કે મ્યાનમાર લઇ જવાયો હોવાની આશંકા દેખાઇ રહી છે.છેલ્લા છ મહિનાથી તેનો કોઇ પત્તો નથી.તેણે જ્યારે છેલ્લો કોલ કર્યો ત્યારે પાછળ બુધ્ધ ટેમ્પલ,પહાડ,જંગલ અને દૂર પાંચ માળનું એપાર્ટમેન્ટ દેખાતું હતું.

તુષારનો ૨૯ સેકન્ડનો છેલ્લો વોઇસ કોલ

પપ્પા,અહીંં મારી પાસે મારો મોબાઇલ નથી,કઇ રીતે વાત કરું છું તે હું જ જાણું છું

તુષારે ગઇ તા.૨૫મી ઓગષ્ટે તેના પિતાને કોઇ અજ્ઞાાત સ્થળેથી વોઇસ કોલ કર્યો હતો.જેના પરથી તે કોઇ સ્થળે ફસાયો હોય અથવા તો બંધક બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.૨૯ સેકન્ડના ઓડિયો કોલના અંશ આ મુજબ છે.

તુષારઃ હલ્લો પપ્પા,તમે શાંતિ રાખો અહીં હું અલગ છું અને તમને બાતમી આપે છે તે બીજા છે.

* અહીં મારી પાસે મારો મોબાઇલ નથી. હું કઇ રીતે વાત કરું છું તે મારું મન જાણે છે. 

* મારો કોન્ટ્રાક્ટ ૧૫ દિવસમાં પુરો થવાનો છે.તેના પછી મારે જોવાનું છે.

* હું સેલેરી નંખાવી દઇશ.

તુષારના પિતાની વ્યથાઃ મારા પુત્રએ દસ મહિનામાં એક પાઇ મોકલી નથી..નક્કી તે ફસાયો છે

૨૭ વર્ષીય વયનો તુષાર કડીયાકામ કરતો હતો અને વધુ આવક મેળવવા દુબઇ ગયો હતો.પરંતુ ત્યાં પાંચ જ મહિના રહ્યો હતો અને ત્યાંથી વધુ કમાવવા માટે અભિષેક નામના એજન્ટ મારફતે દુબઇ થી હોંગકોંગ ગયો હતો.

તુષારના પિતાએ કહ્યંુ છે કે,તુષારે દસ મહિનામાં એક પણ પાઇ મોકલી નથી.તે ખૂબ જ સરળ છે અને પૈસા મોકલવાની બાબતમાં ચોક્કસ છે.દર મહિને ૨૫ તારીખે રૃપિયા ટ્રાન્સફર કરવાની વાત કરતો હતો.પરંતુ તેણે રૃપિયા મોકલ્યા નથી.જથી તે નક્કી ફસાયો છે.છેલ્લે પણ તેણે કહ્યું હતું કે હું કોન્ટ્રાક્ટ પુરો થાય એટલે રૃપિયા મોકલીશ.પરંતુ તેનો કોઇ પત્તો જ નથી.

યુવકોને બેંગકોકથી 400  કિમી દૂર નદી પાર કરીને લઇ જવાય છે

તાજેતરમાં સુરત પોલીસે વિદેશ મોકલવાના નામે ચાઇનીઝ ગેંગને યુવકો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જેની તપાસ દરમિયાન એજન્ટો દ્વારા યુવકોને બેંગકોક થી ૪૦૦ કિમી દૂર વાહનોમાં લઇ જવાયા હોવાની અને ત્યાંથી નદી પાર કરીને જંગલના રસ્તે કોઇ કંપનીમાં ગોંધી દેવામાં આવ્યા હોવાની વિગતો ખૂલી હતી.

ચાઇનીઝ ઠગો કહે છે,જેટલા યુવકો હોય તેને નોકરી માટે લઇ આવો

ઉંચા પગારના નામે ભારતના યુવકોને  બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફસાયા 3 - imageચાઇનીઝ ઠગોને લેબર સપ્લાય કરતા એજન્ટો ધૂમ રૃપિયા કમાતા હોય છે.આ એજન્ટો કહેતા હોય છે કે,જેટલા લોકોને નોકરી જોઇતી હોય તેમને લઇ આવો અમે સારામાં સારો પગાર અપાવીશું.બદલામાં તેમને કમિશન મળતું હોય છે.પરંતુ જે યુવકો નોકરી માટે કંબોડિયા,મ્યાનમાર,થાઇલેન્ડ જેવા દેશોમાં જાય છે તેમનું ખૂબ જ શોષણ કરી અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે.

6 મહિના પહેલાં ઠગો પાસેથી છુટેલા વડોદરાના યુવકને કંબોડિયામાં

ચાઇનીઝ ઠગે રૃપિયા માંગી 2000 ડોલરમાં વેચવાની ધમકી આપી હતી

ચાઇનીઝ ઠગોની ચુંગાલમાં ફસાયેલા વડોદરાના એક યુવકનો  છ મહિના પહેલાં છુટકારો થતાં તેણે ચોંકાવનારી કેફિયત વર્ણવી હતી અને તેને આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી એક એજન્ટની ધરપકડ પણ કરી હતી.

વડોદરાના એક યુવકને સુભાનપુરાના એજન્ટ દ્વારા વિયેતનામમાં નોકરીના નામે રૃ.દોઢ લાખ પડાવી લઇ જવાયો હતો.ત્યાં કંપની બંધ થઇ ગઇ છે તેમ કહી તેને કંબોડિયા  લઇ જવાયો હતો અને ચાઇનીઝ ઠગો દ્વારા ઓનલાઇન ફ્રોડનું કામ કરાવતાં યુવકે ઇનકાર કર્યો હતો.

જેથી તેને ૩૪ દિવસ ગોંધી રાખ્યો હતો અને ત્રણ દિવસ જમવાનું પણ આપ્યું નહતું. ચાઇનીઝ ઠગે યુવકને ૨૮૨૦ ડોલર જમા કરવા કહ્યું હતું અને જો રૃપિયા નહિ મળે તો ૨૦૦૦ ડોલરમાં વેચી દેશે તેવી ધમકી પણ આપી હતી.માંડમાંડ છૂટીને વડોદરા આવેલા યુવકે ફરિયાદ કરતાં ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીના એજન્ટ વકીલ અહમદની મુંબઇથી ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t...

૧૬ કરોડના જીએસટી કૌભાંડમાં અમદાવાદના પ્રાશા ઇન્ફ્રા.ના માલિકની ધરપકડ | Owner of Prasha Infra Ahmedab…

૧૬ કરોડના જીએસટી કૌભાંડમાં અમદાવાદના પ્રાશા ઇન્ફ્રા.ના માલિકની ધરપકડ | Owner of Prasha Infra Ahmedab...

રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…

10 months ago
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

1 month ago
જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

4 months ago
શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was…

શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News