મુંબઈ : ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ પહેલા બજારમાં મૂકી દેવાયેલી દવાઓને ઔ।ષધ ઉત્પાદકોએ બજારમાંથી પાછી ખેંચવાની નહીં રહે પરંતુ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના નવા માળખાના અમલ બાદ રિટેલર સ્તરે સુધારિત ભાવ દર્શાવાય તેની કંપનીઓ ખાતરી રાખે એમ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા મેમોરેન્ડમ પ્રમાણે, દવા/ફોર્મ્યુલેશનનું વેચાણ કરતા દરેક ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓએ દવા/ફોર્મ્યુલેશન (તબીબી સાધનો) સહિતની મેક્સિમમ રિટેલ પ્રાઈસ (એમઆરપી) સુધારવાની રહેશે.
ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને દર્શાવવા માટે સુધારિત પ્રાઈસ લિસ્ટ અથવા પુરક પ્રાઈસ લિસ્ટ ડીલરો અને રિટેલરોને જારી કરવાના રહેશે. આ ઉપરાંત રાજ્યો ડ્રગ કન્ટોલરો તથા સરકારને પણ આ ભાવની તથા જીએસટીની સુધારિત યાદી પૂરી પાડવાની રહેશે.