PM Modi Reaction On Sunita Williams Return: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરિક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-9 અંતરિક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું.
PM મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, ‘નાસાનું ક્રૂ-9 મિશન એ દૃઢ સંકલ્પ, હિંમત અને અનન્ય જુસ્સાનું પરિણામ છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9ના અંતરિક્ષયાત્રીઓએ ફરી એકવાર આ જ દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું અથાગ યોગદાન અને સાહસ લાખો લોકોને હંમેશા માટે પ્રેરિત કરશે.