– ઇન્ડિયન એરફોર્સને આ વિમાન 2027-28થી મળવાના શરૂ થશે
– સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ આ મોટી ખરીદીને લીલી ઝંડી અપાયાના એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર : સ્વયં રક્ષા કવચથી સજ્જ આ યુદ્ધ વિમાનમાં 64 ટકાથી વધારે સ્વદેશી સામગ્રી અને 67 નવા સ્વદેશી ઉપકરણો હશે
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે ગુરૂવારે ઇન્ડિયન એરફોર્સ માટે ૯૭ તેજસ યુદ્ધ વિમાન ખરીદવા માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની સાથે ૬૨,૩૭૦ કરોડ રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (સીસીએસ) દ્વારા આ મોટી ખરીદીને લીલી ઝંડી આપવામાં આવ્યાના લગભગ એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.