![]()
Bharuch Police : વાલીયા પોલીસે વાંદરિયાગામ ખાતેથી બિયરનો જથ્થો ભરેલી કાર ઝડપી રૂ. 1.63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને ફરાર જાહેર કર્યો હતો.
વાલીયા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલ લાલ કલરની કાર લઈ ગુંદીયા ગામનો વિશાલ અજીતભાઈ વસાવા ગુંદીયાગામથી જંબુગામ થઈ વાલીયા તરફ જવાનો છે. જેથી પોલીસે જંબુગામ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની કારને રોકવાનો પ્રયાસ કરતા તેણે ઉભી ન રાખી વાંદરીયા ગામ તરફ કાર હંકારી હતી. પોલીસે પીછો કરતા કાર ચાલક નદી કિનારે કાર મૂકી નાસી છૂટ્યો હતો. કારની તલાસી લેતા પાછળની સીટ ઉપરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 13,200ની કિંમતના બિયરના 60 ટીન તથા કાર સહિત કુલ રૂ. 1,63, 200નો મુદ્દામાલ જપ્ત કરી વિશાલને ફરાર જાહેર કર્યો હતો.










