Mehsana News: મહેસાણા જિલ્લામાં વડનગરના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ સ્થાનિકો થતા કેનાલમાં ડૂબી રહેલા ત્રણમાંથી બે બાળકોને બચાવી લીધા હતા. જો કે, એક બાળક ડૂબી જતા તેની શોધખોળ કરાઈ રહી છે.
સ્કૂલના આઈકાર્ડ માટે ત્રણેય બાળકો કેનાલમાં કુદ્યા હતા
મળતી માહિતી અનુસાર, મોલીપુર નજીક ધરોઈ કેનાલ પાસેથી પસાર થઈ રહેલા બાળકોનું સ્કૂલનું આઈકાર્ડ કેનાલમાં પડી ગયું હતું. તેને લેવા માટે ત્રણેય બાળકો કેનાલમાં કુદ્યા હતા. આ દરમિયાન ત્રણેય ડૂબવા લાગતાં તેમણે બુમાબુમ કરી હતી જેથી સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં ઝંપલાવીને બે બાળકોને બહાર કાઢ્યા હતા. જ્યારે એક બાળકની ડૂબી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં મેઘમહેર : લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, બાબરા પંથકમાં પૂર જેવી સ્થિતિ
આ ઘટનાની જાણ થતા પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકની શોધખોળ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે, આ ત્રણેય બાળકો 8માં ધોરણમાં સાથે અભ્યાસ કરતા હતા. જ્યારે ગુમ થયેલ બાળક મોલીપુર ગામનો હોવાનું જાણવા મળ્યું છે.