ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સહકાર મંત્રાલયની રચના કરી, સહકારી સંસ્થાઓને શશક્ત બનાવવા માટે તેમજ દેશના સહકારક્ષેત્રને નવી ઉંચાઈએ પહોચાડવા માટે ખુબ જ આવકારદાયક પગલાઓ ભરવામાં આવ્યા છે.
સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ હેઠળ લાખો ખેડૂતો અને પશુપાલકો સહકારથી વિવિધ લાભો મેળવે, રોજગારી મેળવે, દેશમાં જીએસટી ઘટાડવાનાં એતિહાસિક નિર્ણય, ખેડૂતલક્ષી યોજનાઓ, સ્વદેશી ચળવળ અંતર્ગત આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેમજ અન્ય લોક કલ્યાણકારી યોજનાઓ માટે અને વ્યવસાય માટે લોનના સ્વરૂપમાં નાણા મેળવી પોતાનો વ્યવસાય શરૂ કરી પગભર થવા માટેના અનેક પ્રયાસો સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા છે.
આ તમામ પ્રયાસોની આપણે સરાહના કરવી રહી અને આ માટે વડાપ્રધાન શ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા ભાવનગર જિલ્લાભરના પશુપાલક ભાઈઓ તથા બહેનો દ્વારા પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત સર્વોત્તમ ડેરી દ્વારા ૧,૧૦,૦૦૦/- પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
સહકારિતા મંત્રાલયની અલગ સ્થાપના, જીએસટી સુધારણાના ફાયદા, માઈક્રો એટીએમ, મંડળીઓનું ડીજીટલાઈજેશન બદલ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન શ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સર્વોત્તમ ડેરી દ્વારા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવવા અભારદર્શન વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ તકે જીએસટી ઘટાડાથી ડેરી પ્રોડક્ટને ખુબ જ ફાયદો થયો છે અને અમૂલ દ્વારા આ પ્રોડક્ટના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આનો સીધો લાભ પશુપાલકોને મળવાનો છે. વડાપ્રધાનશ્રી એ આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું આહ્વાન કર્યું છે. જેને દરેક ભારતીયોએ અપનાવવું જોઈએ. જેને અનુલક્ષીને આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ સર્વોત્તમ ડેરી સાથે સંકળાયેલ પશુપાલકો દ્વારા લખવામાં આવ્યાં છે.