
– ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો
– આત્મનિર્ભર બનવા ‘ચિપ હોય કે શિપ’ ભારતમાં જ બનાવવું પડશે
ભાવનગર : ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ૩૪,૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો હતો. સવારે નિશ્ચિત સમયથી અર્ધાથી એકાદ કલાક મોડા પહોંચેલા પ્રધાનમંત્રીએ પ્રથમ ભવ્ય રોડ શો કરી બાદમાં જવાહર મેદાનમાં ઉભા કરાયેલા ડોમમાં ખીચોખીચ મેદનીને ૩૮ મિનિટ સુધી સંબોધી હતી.
પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત’ ઉપર ભાર મુક્યો હતો.










