– નવ દિવસ દરમિયાન દરરોજ માતાજીના 3 દિવ્ય સ્વરૂપનાં દર્શન થશે
-22 મીની સવારે શુભ ચોઘડીયે કળશ ઝવેરા સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થશે : આઠમે હવન અષ્ટમી યજ્ઞા યોજાશ
ચોટીલા : યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ચોટીલા ખાતે ડુંગર ખાતે આવેલ ચામુંડા માતાજીના નીજ મંદિર ખાતે શારદીય નવરાત્રા તા.૨૨ સપ્ટેમ્બરથી ૦૧ ઓક્ટોમ્બર સુધી નવ દિવસનો નવરાત્રી ઉત્સવ ઉજવાશે. પ્રથમ નોરતાની સવારે શુભ મૂર્હતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપન કરાશે. તેમજ આઠમની સવારે શુભ મૂર્હતનાં હવન અષ્ટમી યજ્ઞા યોજાશે. તેમજ ચાચર ચોકમાં ગરબાના તાલે ભાવિકો ઝૂમી ઉઠશે.
દેશ દુનિયામાં વસતા માઈભક્તોમાં આસો માસની શારદીય નવરાત્રીનું ખાસ મહાતમ હોય છે. ભાવિકો અનુાન અને ઉપવાસ કરતા હોય છે. માતાજીના મંદિરોમાં પણ આ દિવસોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ચોટીલામાં પણ ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિને લઈને માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવરાત્રી દરમિયાન હવનામી સિવાયના નવરાત્રીનાં આઠ દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે ૧૧.૦૦થી ૨.૦૦ વાગ્યાનો રહેશે. તા. ૩૦/૯ ના હવનામીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે ૦૨.૪૫ વાગ્યાનો રહેશે. નવ દિવસ દરમિયાન ચામુંડા માતાજીને દિવસ દરમિયાન વિવિધ આભૂષણોનાં સાજ શણગાર તેમજ વસ્ત્રો દ્વારા માતાજીના ત્રણ સ્વરૂપનાં દર્શન થશે.
નવરાત્રિ દરમિયાન આરતીના સમયમાં ફેરફાર
સોમવાર તા.૨૨ના પ્રથમ નોરતા અને તા.૩૦ને મંગળવારના આઠમા નોરતાની સવારની આરતીનો સમય ૦૪.૦૦ વાગ્યાના રહેશે. નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય ૫.૦૦ વાગ્યાનો રહેશે. વહેલી પરોઢનાં માતાજીનાં ડુંગર પગથીયાનાં દ્વાર આરતીના સમયથી ૩૦ મિનિટ પહેલા માઈભક્તો માટે ખુલશે. તેમજ દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે યોજાશે.