Ahmedabad News : ઘણાં-બધાં લોકો પાલતુ પ્રાણીઓ રાખવાના શોખીન હોય છે. તેવામાં અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક PIને પાલતુ શ્વાનનો નખ વાગવાથી તબિયત લથડ્યાં બાદ નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના એડમિન PI વીએસ માંજરીયાનું પાલતુ શ્વાનનો નખ વાગવાથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે. PI માંજરીયાને થોડા સમય પહેલા તેમના પાલતુ શ્વાનનો નખ વાગ્યો હોવાનું જણાય છે. આ પછી તેમની તબિયત એકાએક બગડી હતી. જેને લઈને ગત 18મીના રોજ તેમને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ
PI માંજરીયાની તબિયત વધુ ગંભીર થતાં સારવાર દરમિયાન 22મીના રોજ નિધન થયું છે. પ્રથમી દ્રષ્ટિએ શ્વાનના નખ અથવા કરડવાથી બીમાર થયા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે PIનું મોત થયું હોવાનું માનવામાં આવે છે.