Vadodara : c ગામથી કોટેશ્વર મહાદેવ/કાંસા રેસીડેન્સી/સમૃધ્ધિ મેન્શન તરફ જવાનો એકમાત્ર રસ્તો સાથેતર બંધ થાય છે. તત્કાલિન સમયે કલવર્ટની ખુબ જર્જરીત પરિસ્થિતિ હોઈ અહીં બ્રિજ બનાવવા અંદાજ રકમ રૂ.17.18 કરોડનું રજૂ કરવામાં આવેલ છે.
કામના GAD (General Arrangement Drawing)ને માર્ગ અને મકાન વિભાગ (ડીઝાઈન સર્કલ) દ્વારા ચકાસણી કરેલ છે. જે બાદ ડીઝાઈનમાં ફેરફાર સુચવતા બ્રીજના મુખ્ય ફાઉન્ડેશન અને સબસ્ટ્રકચર તો કરના ફેરફાર થવા પામેલ. જેના લીધે અગાઉ લીધેલ અંદાજની મંજુરીની રકમમાં વધારો થવા પામેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્નારા વર્ષ 2024-25નો નવિન એસ.ઓ.આર. પ્રસિધ્ધ કરતા કન્સલ્ટન્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીવાઈઝ્ડ અંદાજ રજૂ કરેલ છે.
નવીન બ્રીજમાં કેરેજ વેની પહોળાઈ 7.50 મીટર, પેરાપેટ વોલ 2×0.45 = 0.500 X R, બ્રિજની પહોળાઈ 8.50 મીટર, હયાત નાળાનું લેવલ 16 ફૂટ, બ્રીજની ઉંચાઈ 19કે10″ (કાલાઘોડા બ્રીજના વોટર લેવલ માર્કીંગના રેફરન્સથી), વડસર ગામના ચોતરા પાસે 25’10”થી 28’10” સુધીના 40 મીટર લંબાઈની ટો-વોલથી હયાત ગ્રાઉન્ડ લેવલ મેચીંગ સહ કન્સલ્ટન્ટ દ્રારા રજુ કરેલ રીવાઈઝડ અંદાજની કુલ રકમ રૂ.18,07,59,700 (યુટીલીટી લીફટીંગ અને સ્ટ્રીટલાઈટની કામગીરી સહ)ને મંજુરી આપેલ હતી. જે સંદર્ભે ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદાર મે.દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફાકોન પ્રા.લી.નું ભાવપત્ર રૂ.16,38,09,122 જે નેટ અંદાજીત રકમ રૂ.14,31,89,792થી 14,40% વધુનું આવ્યું હતું. ઇજારદારને ભાવ ઘટાડવાનું જણાવતા તેઓ દ્વારા છેવટે રૂ.16,30,93,173.08થી અંદાજીત રકમ રૂ.14,31,89,792 (જી.એસ.ટી. એકસ્ટ્રા)થી 13.90% વધુ રકમ રૂ.16,30,93,173.08 (જી.એસ.ટી. એકસ્ટ્રા) વધુ મુજબના ભાવપત્રકને મંજુરી અર્થે સ્થાયી સમિતીમાં રજુ કરવામાં આવ્યું છે.