Surat Fake PSI: ગુજરાતમાં ખાણી-પીણીથી લઈને ટોલનાકા, કોર્ટ અને અધિકારીઓ સુધ્ધા નકલી સામે આવી ચુક્યા છે. જોકે, આ નકલીની સિલસિલો હજુય યથાવત છે. હકીકતમાં સુરતમાં ગરબામાં રોફ જમાવતા નકલી PSI ઝડપાયો છે. આ શખસ લોકોને ઓન ડ્યુટી PSI છું એવું કહીને મફતમાં એન્ટ્રી લેતો હતો. જોકે, પોલીસને તેના પર શંકા જતા તપાસ કરતા આ મામલે ઘટસ્ફોટ થયો હતો.
આ પણ વાંચોઃ જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા
શું હતી ઘટના?
સુરતના ડુમસ ગરબામાં યુવરાજ રાઠોડ નામનો રત્ન કલાકાર પોતે PSI હોવાનો રોફ જમાવતો હતો. હાથમાં વોકીટોકી લઇને ઓન ડ્યુટી PSI છું કહીને મફતમાં એન્ટ્રી લેતો અને ગરબાની મજા માણતો હતો. જોકે, આ દરમિયાન અસલી પોલીસને શંકા જતા તેમણે આ શખસની પૂછપરછ કરી અને તેને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃ પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય
પોલીસ સામે માંગી માફી
નોંધનીય છે કે, આરોપી જે વોકીટોકી લઈને ફરતો હતો તે તેના મિત્રનું હોવાનું સામે આવ્યો છે. પોલીસના હાથે ચઢ્યા બાદ તેણે પોતાના કૃત્ય માટે માફી પણ માંગી હતી. જોકે, પોલીસે આ મામલે આયોજકોની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.