– દરિયાઇ પર્યાવરણના રક્ષણ માટે છેલ્લા 5 વર્ષમાં
– જિલ્લાના 4 તાલુકામાં વન વિભાગે 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કર્યો : વર્ષ 23-24 માં સૌથી વધુ 1250 હેક્ટરમાં વાવેતર
ભાવનગર : દરિયા કાંઠાને સુરક્ષિત અને પર્યાવરણની જાળવણી માટે મેગૃવનું વાવેતર મહત્વપૂર્ણ સાબિત થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ૫૯૧૧ હેક્ટરની સામે વન વિભાગે ૪૪૧૦ હેક્ટરમાં વાવેતર કરાયું હોવાનું જણાયું છે. જે દરિયાની ખારાશ અને કાંઠાના ધોવાણને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.
દરિયા કાંઠાના વિસ્તારો સતત વિકાસના દબાણ હેઠળ છે. પ્રદુષણથી પીડાય છે અને દરિયાઇ સ્તરમાં વધારો ઉષ્ણતામાનની સાથે એસિડિફિકેશન સહિત આબોહવા પરિવર્તન, હવામાનની પેટર્નમાં સંભવિત ફેરફાર તથા ભુપૃષ્ઠમાં થતા સમયાંતરે ફેરફાર ઇકો સિસ્ટમ માટે ભારે પડકાર ઉભા કરે છે. ગુજરાતની વાત કરીએ તો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારા સાથે બે કચ્છ અને ખંભાતના અખાતનો સમાવેશ થાય છે. વન વિભાગ દ્વારા દરિયા કાંઠામાં કેલ્પ, દરિયાઇ ઘાસના મેદાનો, મેંગૃવ જંગલ, મીઠા ભેજવાળી જમીનના કોસ્ટલ બોર્ડર પર પ્લાન્ટેશનનો સમાવેશ કરવામાં આવે છે. મેંગૃવ ઓક્સિજન માટે હવાઇ મુળ ન્યુમેટોફોર્સ તરીકે કામ કરી પ્રતિકુળ વાતાવરણમાં અનુકુલન સાધે છે. વિજ્ઞાાન સંસ્થા સીએસઆઇઆર દ્વારા અભ્યાસમાં અલંગના દરિયાનું પ્રદુષણ નિયંત્રિત (કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન) જાહેર કરી સમયાંતરે રિપોર્ટ આપે છે. તે મેંગૃવના કારણે છે. દરિયાઇ કાંઠે તેના વાવેતર માટે દર વર્ષે ટાર્ગેટ અપાય છે અને વન વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ ફોરેસ્ટના કોસ્ટલ એરીયા ૫૯૧૧ હેક્ટર સામે ૪૪૧૦ હેક્ટરમાં મેંગૃવનું સફળ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હોવાનું જણાયું છે. જેમાં ભાવનગર સહિત મહુવા, તળાજા અને ઘોઘાનો સમાવેશ થાય છે. આ મેંગૃવ ૩ થી ૨૫ મીટર લંબાઇના હોઇ શકે છે. ફુલ ઉનાળામાં અને ફળ ચોમાસામાં આવે છે જે દરિયા કાંઠાને સુરક્ષા કવચ પુરૂ પાડવા સક્ષમ છે.
મેંગૃવની ઉપયોગીતા પર્યાવરણ માટે આશિર્વાદરૂપ
મેંગૃવ ચોક્કસ પ્રકારના આકસ્મિક જળ પ્રદુષણ માટે મૂલ્યવાન ફિલ્ડર છે. આ વનસ્પતિ દરિયા કાંઠાની ઇકો સિસ્ટમ પ્રકાશ સંશ્લેષણ દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં કાર્બન લે છે જે એનારોબિક કાંપમાં સંગ્રહીત કરે છે. જે બ્લુ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આમ વનસ્પતિ યુક્ત આ કાર્બનને ૫૦ ટકા કોપમાં સંગ્રહિત કરવાની ક્ષમતા મેંગૃવમાં છએ આ સાથે જમીનમાંથી વહેતા પાણીને ફિલ્ટર કરી કોપને દરિયામાં પ્રવેશતા અટકાવવાનું મહત્વનું કામ પણ કરે છે અને ખારાશ ફેલાવતા પણ અટકાવે છે.
વર્ષ પ્રમાણે મેંગૃવનું વાવેતર હેક્ટરમાં
21-22 |
22-23 |
23-24 |
24-25 |
||
ભાવનગર |
૫૭૫ |
૩૫૦ |
૨૯૦ |
૫૦૦ |
૧૦૫૦ |
મહુવા |
૨૭૫ |
– |
– |
– |
– |
તળાજા |
૩૦૦ |
૧૦૦ |
૨૬૦ |
૭૦૦ |
– |
ઘોઘા |
– |
– |
– |
૫૦ |
– |
કુલ |
૧૧૫૦ |
૪૫૦ |
૫૫૦ |
૧૨૫૦ |
૧૦૫૦ |