BJP leader angry vs UP Police: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને પોલીસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. રવિવારે હિન્દુ મજદૂર કિસાન સમિતિના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સંજીવ બાલિયા સાથે પોલીસ ભારે બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે ભાજપ નેતાઓની ગાડીમાં ઝંડા અને કાળી ફિલ્મ ઉતારવા પર નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસ પર ભડકેલા બાલિયાને કહ્યું કે, ‘જે અધિકારી બીજાની ગાડીની ફિલ્મ ઉતરાવી રહ્યા છે તેમની પોતાની ગાડી પર કાળી ફિલ્મ લાગેલી છે.’
આ પણ વાંચો: પહલગામમાં જીવ ગુમાવનાર વિનય નરવાલના પિતા ભારતીય ટીમની જીતથી ખુશ, જાણો શું કહ્યું
જો કે આ મામલે હજુ પોલીસ- વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે, આ વિવાદ હજુ પણ વધશે.
ભાજપની ગાડીઓ પર કોઈ કાર્યવાહીથી ભડક્યા
મુઝફ્ફરનગરના બૂઢાણા વિધાનસભા વિસ્તારના ખેડા મસ્તાન ગામમાં રવિવારના રોજ હિન્દુ મજદૂર કિસાન સમિતિ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં પહોંચેલા સંજીવ બાલિયાનનો ગુસ્સો આ વખતે પોલીસ પર ઉતર્યો હતો. કાર્યક્રમનો હેતુ ‘નળ બચાવો અને જાતિવિહીન સમાજ બનાવો’ હતો, પરંતુ મંચ પર પહોંચેલા પૂર્વ મંત્રી પોલીસ પર ભડક્યા હતા. હકીકતમાં થોડા સમય અગાઉ ભાજપના નેતાઓની ગાડીઓ પરથી ઝંડા અને કાળી ફિલ્મ હોવા પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ
અધિકારીના ગાડી પર પણ બ્લેક ફિલ્મ
સંજીવ બાલિયાને કહ્યું કે, ‘જે અધિકારીએ ભાજપના નેતાની ગાડી જપ્ત કરી હતી તેમના વાહન પર પણ કાળી ફિલ્મ લગાવેલી હતી. આ અધિકારીઓ પોતે VIP અને કાળી ફિલ્મનો ઉપયોગ કરે છે. હવે તેમના ઝંડા ઉતારવાનો સમય આવી ગયો છે, અને કદાચ કોઈ દિવસ તેમના ચશ્મા પણ ઉતારવામાં આવશે.’