પોલીસે દોઢ લાખના દોરાની લૂંટ કરી ફરાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
કલોલ : કલોલના ન્યુ પંચવટી વિસ્તાર તરીકે ઓળખાતા કે આઇઆરસી રોડ ઉપર
મોર્નિંગ વોકમાં નીકળેલા યુવકના ગળામાં પહેરેલા સોનાના દોરાની લૂંટ કરીને બાઈક ઉપર
આવેલા લૂંટારોઓ ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
કલોલના સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા શશી ભૂષણ મિશ્રા વહેલી
સવારે તેમના મિત્ર સાથે ચાલવા નીકળ્યા હતા તેઓ કે આઈ આર સી રોડ ઉપરથી પસાર થઈ
રહ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા યુવકો તેમના ગળામાં પહેરેલ રૃપિયા દોઢ
લાખની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા યુવકો ગળામાં પહેરેલ દોરો ખેંચીને
ફરાર થઈ જતા તેઓએ બુમાબૂમ કરી હતી જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા પણ બાઈક ઉપર
આવેલા યુવકો ફરાર થઈ ગયા હતા રૃપિયા દોઢ લાખના દોરા ની લૂંટ અંગે તેઓએ કલોલ શહેર
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.