ગંદા
પાણીના કારણે દર્દીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી
ગટરના
પાણીમાંથી પાલિકાના ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો પસાર થાય છે છતાં કોઇના પેટનું
પાણી હલતું નથી
બગોદરા –
ધોળકા શહેરમાં ગટર ઊભરાવાની સમસ્યા ફરી એકવાર વકરી છે,
જેના કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને
નગરપાલિકાની કચેરી પાસે જ આવેલી સંતોકબા હોસ્પિટલની સામે મુખ્ય માર્ગ પર ગટરનું
ગંદુ પાણી ફરી વળતાં રોડ પર જાણે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. દૂષિત પાણીને કારણે
દર્દીઓ, તેમને મળવા આવતા રાહદારીઓ, અને
વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
?આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા ધોળકા નગરપાલિકાની કચેરીની બાજુમાં જ છે.
તેમ છતાં, ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો કે જેઓ આ રોડ પરથી
પસાર થાય છે, તેમને આ ગટરના ઊભરાયેલા પાણી કેમ દેખાતા નથી,
તે એક મોટો સવાલ છે. આ રોડ પર અનેક રહેણાંક વિસ્તારો (રેસીડેન્સી)
પણ આવેલા છે, જેના કારણે સ્થાનિકોને રોજબરોજની અવરજવરમાં
ભારે તકલીફ પડે છે.શહેરીજનોમાં એવી ચર્ચા છે કે નગરપાલિકાની કાર્યવાહીમાં આળસ અને
નિષ્ક્રિયતાના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી, અને
લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.
?નવરાત્રિના તહેવારમાં ગંદકીથી રોષ
?હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, જ્યારે
શહેરમાં લોકોની અવરજવર વધુ રહે છે. ત્યારે આ ગંદા પાણીની સમસ્યા વધુ ચિંતાજનક બની
છે. ગંદકી અને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. શહેરીજનો અને સ્થાનિકો દ્વારા
તાત્કાલિક ધોરણે આ ગટરના ઊભરાતા પાણીને બંધ કરીને સફાઈ કરવામાં આવે તેવી કડક માંગ
કરવામાં આવી રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો
ફાટી નીકળવાની ભીતિ છે.