gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દશેરા પૂર્વે ફરી શેર બજારમાં તેજીનો ઘોડો દોડતો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની મીટિંગમાં આ વખતે રેપો રેટ ૫.૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવાયા છતાં આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડાનો સંકેત આપવામાં આવતાં અને આર્થિક વૃદ્વિનો અંદાજ પણ વધારીને મૂકી કોર્પોરેટ માટે ધિરાણ ઉપલબ્ધિ વધારવા, એક્વિઝિશન, ગ્રાહક રક્ષણ વધારા અને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણને વેગ આપવા ઘણા નિયામક પગલાં જાહેર કરતાં ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમબાઈલ, ફાર્મા શેરોની આગેવાનીમાં આક્રમક તેજી થઈ હતી. ફંડો, મહારથીઓએ આ સાથે કેપિટલ ગુડઝ-પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં તેજીને વેગ મળ્યો હતો. સેન્સેક્સ ૭૧૫.૬૯ પોઈન્ટ ઉછળીને ૮૦૯૮૩.૩૧ અને નિફટી ૫૦ સ્પોટ ૨૨૫.૨૦ પોઈન્ટ વધીને ૨૪૮૩૬.૩૦ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૮૮૮ પોઈન્ટ ઉછળ્યો : કોટક મહિન્દ્રા બેંક રૂ.૬૯ ઉછળ્યો : એક્સિસ, આઈસીઆઈસીઆઈ વધ્યા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિના પોઝિટીવ સંકેતે આજે બેંકિંગ શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૮૮.૨૮ પોઈન્ટ ઉછળીને ૬૨૪૦૧.૫૮ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૬૮.૭૫ ઉછળીને રૂ.૨૦૬૨.૯૫, એક્સિસ બેંક રૂ.૨૭.૫૫ વધીને રૂ.૧૧૫૯.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૯૦ વધીને રૂ.૧૩૭૧.૯૫, એચડીએફસી બેંક રૂ.૧૪.૦૫ વધીને રૂ.૯૬૫.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૭૪૩.૭૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૦૫ વધીને રૂ.૨૫૯.૬૫ રહ્યા હતા.  ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ રૂ.૧૯.૭૫ ઉછળીને રૂ.૧૫૪.૫૦, મોબીક્વિક રૂ.૨૧.૬૦ વધીને રૂ.૨૭૧.૮૫, ઉગ્રો કેપિટલ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૧૮૩.૨૫, માસ્ટર ટ્રસ્ટ રૂ.૯.૬૫ વધીને રૂ.૧૫૪.૦૫, શેર ઈન્ડિયા રૂ.૬.૯૫ વધીને રૂ.૧૩૪.૯૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૩૨.૪૦ વધીને રૂ.૬૪૮.૮૦, અરિહંત કેપિટલ રૂ.૫.૩૦ વધીને રૂ.૧૧૪, હુડકો રૂ.૮.૮૦ વધીને રૂ.૨૩૨.૫૦ રહ્યા હતા. 

ઓટોમોબાઈલ શેરોમાં તેજી : ટાટા મોટર્સ ડિમર્જર આકર્ષણે ઉછળ્યો : એમઆરએફ રૂ.૨૭૬૨ વધ્યો

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોએ ટાટા મોટર્સની આગેવાનીએ તેજી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૯.૫૦ પોઈન્ટ ઉછળીને ૫૯૬૯૪.૮૪ બંધ રહ્યો હતો. જેગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન સાયબર હુમલાને કારણે અટકી પડયું હોઈ સામે કંપનીએ પ્રોવિઝન્સ કર્યાના ડેવલપમેન્ટ વચ્ચે હવે ડિમર્જડ કમર્શિયલ વાહનોની કંપનીના એક શેર ધોરણે એક શેર વિભાજન માટે ૧૪, ઓકટોબર રેકોર્ડ તારીખ નક્કી કરતાં શેરમાં મોટી ખરીદીએ ટાટા મોટર્સ રૂ.૩૭.૭૦ ઉછળીને રૂ.૭૧૮.૧૫ રહ્યો હતો. એમઆરએફ રૂ.૨૭૬૨ ઉછળીને રૂ.૧,૪૮,૬૩૦.૨૫, ઉનો મિન્ડા રૂ.૨૪.૦૫ વધીને રૂ.૧૩૨૪.૦૫, એક્સાઈડ રૂ.૪.૩૦ વધીને રૂ.૩૯૫.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૬.૩૫ વધીને રૂ.૩૪૬૩, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૨૩૦૪.૧૫, ટીવીએસ મોટર રૂ.૧૭.૯૫ વધીને રૂ.૩૪૫૬.૯૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ : ન્યુલેન્ડ લેબ. રૂ.૭૬૫ ઉછળ્યો : એસએમએસ ફાર્મા, બ્લુજેટ, યુનિકેમ વધ્યા

હેલ્થકેર-ફાર્મા ક્ષેત્રે અમેરિકામાં ટ્રમ્પ સરકારે બ્રાન્ડેડ દવાની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદ્યાની નેગેટીવ અસર જે કંપનીઓ અમેરિકામાં પાર્ટનરશીપ ધરાવતી હોય એવી કંપનીઓની આયાત પર આ વધારાની ટેરિફ લાગુ નહીં થવાના અહેવાલ વચ્ચે ફાર્મા શેરોમાં આજે ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. ન્યુલેન્ડ લેબ. રૂ.૭૬૫.૪૫ વધીને રૂ.૧૫,૩૮૭.૨૦, એસએમએસ ફાર્મા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૫૮.૬૦, બ્લુજેટ રૂ.૩૧.૫૦ વધીને રૂ.૬૬૧.૮૫, ગ્રેન્યુઅલ ઈન્ડિયા રૂ.૨૫.૬૦ વધીને રૂ.૫૪૧.૮૦, યુનિકેમ લેબ. રૂ.૨૧.૦૫ વધીને રૂ.૪૮૩.૨૦, પિરામલ ફાર્મા રૂ.૮.૪૦ વધીને રૂ.૧૯૯.૩૦, સિક્વેન્ટ રૂ.૮.૦૫ વધીને રૂ.૧૯૪.૬૦, ફર્મેન્ટા રૂ.૧૨.૫૦ વધીને રૂ.૩૨૪.૪૫, એફડીસી રૂ.૧૪.૪૦ વધીને રૂ.૪૫૬.૬૦, આરપીજી લાઈફ રૂ.૫૬.૩૫ વધીને રૂ.૨૨૮૩.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૮.૭૦ પોઈન્ટ વધીને ૪૩૫૬૪.૩૯ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી : બર્જર પેઈન્ટ, કલ્યાણ જવેલર્સ, બાટા ઈન્ડિયા, અંબર વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે પસંદગીની ખરીદી થઈ હતી. બર્જર પેઈન્ટ રૂ.૧૫.૩૫ વધીને રૂ.૫૩૦.૧૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૪૬૫.૧૫, બાટા ઈન્ડિયા રૂ.૨૩.૩૫ વધીને રૂ.૧૧૮૮.૨૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૪૨.૬૫ વધીને રૂ.૮૨૩૮.૯૫, ટાઈટન રૂ.૩૮.૨૫ વધીને રૂ.૩૪૦૫.૬૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૮૭.૬૦ પોઈન્ટ વધીને ૫૭૯૮૧.૮૫ બંધ રહ્યો હતો. 

આઈટી-સોફ્ટવેર શેરોમાં ધોવાણ અટક્યું : ડીએસએસએલ, નેટવેબ, તાન્લા, રેટગેઈન વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પાછલા દિવસોમાં અમેરિકાના એચ૧બી વીઝા વનટાઈમ એક લાખ ડોલર ફી અને લોટરી સિસ્ટમ બંધ કરવાના નિર્ણયોએ થયેલા મોટા ધોવાણ બાદ હવે ઘણી આઈટી કંપનીઓ અમેરિકા છોડીને ભારતમાં તેમની કામગીગી શિફ્ટ કરી રહ્યાના અહેવાલોએ આજે ધોવાણ અટકી શેરોમાં ખરીદી નીકળી હતી. ડીએસએસએલ રૂ.૧૫૭.૫૦ ઉછળીને રૂ.૧૦૧૭.૯૦, નેટવેબ રૂ.૪૧૨.૭૫ વધીને રૂ.૪૦૬૦.૮૦, રેટગેઈન રૂ.૪૮.૧૫ વધીને રૂ.૬૯૨.૫૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૬૪.૬૫ વધીને રૂ.૧૧૫૪.૫૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૩૪.૨૫ વધીને રૂ.૬૯૦.૩૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૧૮.૧૫ વધીને રૂ.૮૭૨૨.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૬.૩૮ પોઈન્ટ વધીને ૩૩૪૬૧.૧૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૬૮ પોઈન્ટ ઉછળ્યો : એઆઈએ એન્જિ. રૂ.૧૯૨, કોચીન શિપ રૂ.૭૩ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે પસંદગીની ખરીદી કરતાં ચમકારો આવ્યો હતો. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૯૧.૫૫ ઉછળીને રૂ.૩૨૪૬.૦૫, કોચીન શિપ રૂ.૭૩.૨૦ વધીને રૂ.૧૮૬૨.૮૫, ભારત ડાયનામિક્સ રૂ.૪૯.૮૦ વધીને રૂ.૧૫૪૧.૯૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૫૧.૧૫ વધીને રૂ.૧૬૩૭.૧૦, જયોતી સીએનસી રૂ.૨૫.૮૫ વધીને રૂ.૮૭૮.૦૫, મઝગાંવ ડોક રૂ.૭૮.૯૫ વધીને રૂ.૨૮૪૨, ઝેનટેક રૂ.૩૧.૪૫ વધીને રૂ.૧૪૬૪.૦૫, ટીમકેન રૂ.૫૯.૨૫ વધીને રૂ.૩૦૬૮.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૬૮.૫૧ પોઈન્ટ વધીને ૬૮૭૫૮.૫૦ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ખરીદી : અદાણી એન્ટર., જિન્દાલ સ્ટેનલેસ,  એપીએલ અપોલો વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૫.૬૦ વધીને રૂ.૨૫૯૧.૫૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૪.૪૦ વધીને રૂ.૭૬૨.૩૦, એપીએલ અપોલો રૂ.૪૫.૭૦ વધીને રૂ.૧૭૩૨.૪૦, લોઈડ્સ મેટલ રૂ.૯.૧૦ વધીને રૂ.૧૨૩૫.૬૦, હિન્દાલ્કો રૂ.૪.૨૦ વધીને રૂ.૭૬૬.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૬.૦૮ પોઈન્ટ વધીને ૩૩૪૨૮.૯૫ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૩૪ લાખ કરોડ

શેરોમાં આજે ફરી તોફાની તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૩૪ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત | Six children die from …

મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત | Six children die from ...

રીપોર્ટ દિવાળી પછી આવશે , મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા,જલેબી, ચટણીનાં શંકાસ્પદ ૩૬ સેમ્પલ લીધા | The repor…

રીપોર્ટ દિવાળી પછી આવશે , મ્યુનિ.ફુડ વિભાગે ફાફડા,જલેબી, ચટણીનાં શંકાસ્પદ ૩૬ સેમ્પલ લીધા | The repor...

અમદાવાદમાં પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરાઈ | Corporation will issue notice if pe…

અમદાવાદમાં પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફી રુપિયા બે હજાર કરાઈ | Corporation will issue notice if pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

2 months ago
હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

8 months ago
ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

ધ્રાંગધ્રામાં નાગાબાવાની વાવ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો | Body of unidentified youth found n…

2 months ago
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું …

કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News