પાકિસ્તાન આર્મીએ સરદાર પોસ્ટની ચોકી પર હુમલો કરતા 2 બટાલિયનના જવાનોએ 12 કલાક સુધી પાક. બ્રિગેડનો સામનો કરી પીછેહઠ કરવા મજબુર કર્યા હતા : 9 એપ્રિલ 1965માં પાકિસ્તાની બ્રિગેડે હુમલો કરતા 7 જવાન શહીદ થયા હતા 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, 4 જીવતા પકડાયા હતા
ભુજ, : એપ્રિલ- 1965માં કચ્છમાં સરદાર પોસ્ટ ચોકી ઉપર સીઆરપીએફની બટાલિયન પહેરો ભરતી હતી ત્યારે પાકિસ્તાન આર્મીની એક પાયદળ બ્રિગેડે હુમલો કર્યો હતો. જેમાં, 2 બટાલિયનના જવાનોએ બહાદુરી સાથે 12કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડનો સામનો કર્યો હતો. આ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને દર વર્ષે શ્રધ્ધાજંલિ અપાય છે. આ બહાદુરી દિવસ નિમિતે 9 એપ્રિલે સીઆરપીએફના ઉચ્ચાધિકારીઓ કચ્છમાં સરદાર પોસ્ટ ચોકીએ આવીને જવાનોને શ્રધ્ધાજંલિ આપશે.
એપ્રિલ 1965માં, પાકિસ્તાની સેના દ્વારા પશ્વિમ પાકિસ્તાનના ભારતીય પ્રદેશ પર દાવો સ્થાપિત કરવા ઓપરેશન Deseart Hawnk શરૂ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૨જી બટાલિયનની 04 કંપની પશ્વિમ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કચ્છના રણમાં સરદાર અને ટીએકે પોસ્ટની દેખરેખ કરતી હતી.
09 એપ્રિલે, લગભગ 3.30 કલાકે, પાકિસ્તાન આર્મીની એક પાયદળ બ્રિગેડે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સરદાર પોસ્ટની ચોકીઓ પર હુમલો કર્યો હતો.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો બહાદુરી અને હિંમતથી લડયા. આ હુમલામાં 34 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ 04 પાકિસ્તાનીઓને જીવતા પકડી લીધા હતા. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 07 જવાનો શહીદ થયા હતા. 02 બટાલિયનના જવાનોએ દ્રઢ નિશ્ચર્ય અને બહાદુરી સાથે 12 કલાક સુધી પાકિસ્તાની બ્રિગેડનો સામનો કર્યો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. આગામી તારીખ 9 એપ્રિલના બહાદુરી દિવસ નિમિત્તે દીપક કુમાર, આઈપીએસ, એડીજી (તાલીમ) સીઆરપીએફ, રવિદીપ સિંહ સાહી,એડીજી દક્ષિણ ઝોનના નેતૃત્વમાં વીરેન્દ્ર અગ્રવાલ, મહાનિરીક્ષક, પશ્વિમ ક્ષેત્ર, સીઆરપીએફ નવી મુંબઈ, ધર્મેન્દ્રસિંહ વિસેન, નાયબ મહાનિરીક્ષક જૂથ કેન્દ્ર, સીઆરપીએફ ગાંધીનગર અને રાજપત્રિત અધિકારીઓ, ગૌણ અધિકારીઓની ટુકડી સરદાર પોસ્ટની મુલાકાત લેશે અને શહીદોને શ્રધ્ધાજંલિ આપશે.