gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક તેજી પાછળ ચાંદીમાં રૂપિયા 5000નો ઉછાળો: સોનામાં નરમાઈ | Silver jumps by Rs 5 000 on global r…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in Business
0 0
0
વૈશ્વિક તેજી પાછળ ચાંદીમાં રૂપિયા 5000નો ઉછાળો: સોનામાં નરમાઈ | Silver jumps by Rs 5 000 on global r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાના  ભાવ વધુ પડતા ઊંચી સપાટીએ પહોંચી ગયાની વૈશ્વિક ફન્ડોની ગણતરીએ આવેલા પ્રોફિટ બુકિંગથી સોનાના વૈશ્વિક ભાવ શુક્રવારે ૪૦૦૦ ડોલરની અંદર ઊતરી ગયા હતા. જોકે ચાંદીએ ૫૧ ડોલરની સપાટી પાર કરી નવી ટોચ બતાવી હતી.  સપ્તાહ અંતે કિંમતી ધાતુમાં ભારે ચડાવઊતાર જોવા મળ્યો હતો. 

ઔદ્યોગિક માગને લઈને સોનાની સરખામણીએ  ચાંદી મક્કમ રહી હતી. ઘરઆંગણે ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા ૫૦૦૦નો  ઉછાળો જોવા મળ્યો હતો. સોનામાં સાધારણ નરમાઈ રહી હતી. હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની પ્રક્રિયા શરૂ થતા ક્રુડ તેલ નરમ પડી ૬૪ ડોલરની અંદર સરકી ગયું હતું. 

મુંબઈ ઝવેરીબજારમાં  ૯૯.૯૦ દસ  ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ નરમ પડી રૂપિયા ૧,૨૧,૫૨૫ મુકાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૫,૧૭૦ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૧,૦૩૮ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ એક જ દિવસમાં રૂપિયા ૪૯૫૦ ઉછળી રૂપિયા ૧,૬૪,૫૦૦ બોલાતા હતા. જીએસટી સાથે મુંબઈ ચાંદી રૂપિયા ૧.૭૦ લાખની નજીક પહોંચી ગઈ હતી. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૬,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૬,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી રૂપિયા ૧,૬૫,૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૦૦૦ ડોલરની અંદર ઊતરી મોડી સાંજે ૩૯૮૫ ડોલર મુકાતું હતું. ચાંદી ઔંસ દીઠ ૫૦ ડોલર બોલાતી હતી. ઉપરમાં ચાંદીએ ૫૧.૧૨ ડોલરનો નવો વિક્રમી ભાવ દર્શાવ્યો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૪૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૫૫ ડોલર ઊછળી ૧૪૭૬ ડોલર મુકાતુ હતું. વિશ્વ બજારમાં સોનામાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. 

હમાસ તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામના પ્રથમ તબક્કાનો માર્ગ મોકળો થયાના અહેવાલે ક્રુડ તેલ નરમ પડયું હતું. યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ સપ્તાહ અંતે ભાવ નરમ બોલાતા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૯.૭૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૬ ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…

મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il...

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera...

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in…

દસાડાના વડગામમાં ૪૦ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઇ | 40 year old water tank land acquired in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura…

ખોટા અને ગેરવાજબી કારણ આપી ઈન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકાય નહીં, વીમા કંપનીને રકમ ચૂકવવા આદેશ | Insura…

1 year ago

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

4 months ago
રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

3 months ago
બે ખતરનાક ગુનેગારોને જેલમાં પ્રેમ થયો, 15 દિવસના પેરોલ મળતા લગ્ન કર્યા | Two dangerous criminals fel…

બે ખતરનાક ગુનેગારોને જેલમાં પ્રેમ થયો, 15 દિવસના પેરોલ મળતા લગ્ન કર્યા | Two dangerous criminals fel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News