
– આપણે આયાત ઘટાડીને નિકાસ વધારવાની છે : પીએમ
– આ યોજનાઓ ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખશે, અગાઉની કોંગ્રેસ સરકાર પાસે વિઝન નહોતું : મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રૂ. ૩૫,૪૪૦ કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ લોન્ચ કરી હતી, તેમણે કહ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતની કૃષિ આયાત આશરે બેગણી થઇ ગઇ છે. અનાજ ઉત્પાદન ૯૦૦ લાખ મેટ્રિક ટન વધી ગયું છે. ફળ અને શાકભાજીનું ઉત્પાદન પણ ૬૪૦ લાખ મેટ્રિક ટનથી વધુ થઇ રહ્યું છે.










