Karnataka Crime: કર્ણાટકના મૈસુરમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. ચાર વર્ષ પહેલાં કુરૂબરા મલ્લિગે નામની એક મહિલા ગુમ થઈ ગઈ હતી. ઘણાં દિવસો સુધી મહિલાની ભાળ ન થતાં મહિલાના પરિવારે તેના પતિ સુરેશ પર કેસ કરી દીધો હતો. બાદમાં પોલીસે પત્નીના હત્યાના આરોપમાં સુરેશની ધરપકડ કરી દીધી હતી. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન જેલમાં બંધ સુરેશના મિત્રએ પોતાની યાત્રા દરમિયાન કંઈક એવું જોયું જે ચોંકાવનારૂ હતું. તેણે પોતાનો મોબાઈલ બહાર કાઢીને વીડિયો અને ફોટા લીધા. આ વીડિયો અને તસવીર જોઈને તમામના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. હકીકતમાં જે પત્નીની હત્યાના આરોપમાં સુરેશ જેલમાં બંધ હતો, તે પોતાના પ્રેમી સાથે કોઈ અન્ય જગ્યાએ ફરતી હતી.
જેની હત્યાના કેસમાં જેલમાં બંધ હતો પતિ, તે સાડા ચાર વર્ષ બાદ જીવિત મળી
જેલમાં બંધ સુરેશની પત્ની કુરૂબરા મલ્લિગે, જેને અત્યાર સુધી મૃતક માનવામાં આવી હતી. તે અચાનક સાડા ચાર વર્ષ બાદ જીવિત મળી. નોંધનીય છે કે, 19 ઓક્ટોબર, 2020ના દિવસે મલ્લિગે અચાનક ગુમ થઈ ગઈ હતી. સુરેશ જ્યારે બીજા દિવસે જાગ્યો ત્યારે તે ઘરમાં નહતી. થોડા અઠવાડિયા બાદ સુરેશે કુશનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજું મહિલાના પરિવારે સુરેશ પર પત્નીની હત્યાનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચોઃ 10મા ધોરણનો જૂનો પ્રેમ ફરી પ્રાંગર્યો, માતાએ પોતાના 3 બાળકની કરી કરપીણ હત્યા
કોર્ટે નકારી દીધી અરજી
થોડા સમય બાદ બેટ્ટાદરપુરા (પેરિયાપટ્ટના તાલુકા) વિસ્તારમાં એક મહિલાનું હાડપિંજર મળ્યું. પોલીસે તેને મલ્લિગેનું સમજીને સુરેશની ધરપકડ કરી લીધી અને હત્યાના મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. સુરેશના વકીલે જણાવ્યું કે, પોલીસે DNA રિપોર્ટ આવે તે પહેલાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી. જોકે, હાડપિંજરની તપાસ માટે જ્યારે મલ્લિગેના લોહીના રિપોર્ટ લેવામાં આવ્યા ત્યારે DNA રિપોર્ટ મેચ ન થયો. જેથી, હાડપિંજર મલ્લિગેનો નહતો તેમ છતાં કોર્ટે સુરેશની ડિસ્ચાર્જ અરજી નકારી દીધી અને લગભગ છેલ્લાં દોઢ વર્ષથી સુરેશ જેલમાં કેદ હતો.
મિત્રએ હોટેલમાં જોયો ચોંકાવનારો નજારો
જોકે, થોડા સમય બાદ આખી કહાણીમાં એક નવો વળાંક આવ્યો. સરેશનો મિત્ર બહાર ફરવા ગયો હતો. તે જે બસમાં હતો તે બસ રસ્તામાં એક હોટેલ પર રોકાઈ હતી. તે હોટેલની અંદર ગયો અને એવું જોયું કે, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની નજર ગુલાબી રંગના ડ્રેસમાં બહાર નીકળતી એક મહિલા પર પડી. તેણે ફટાફટ મોબાઈલ કાઢ્યો અને મહિલાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ વીડિયો પુરાવા રૂપે સુરેશને બતાવ્યો જેથી તે ઓળખ કરી શકે. આ મહિલા બીજુ કોઈ નહીં પરંતુ સુરેશની પત્ની મલ્લિગે જ હતી. ત્યારબાદ, કોડાગુ પોલીસે મલ્લિગેની પહેલી એપ્રિલે અટકાયત કરી. બાદમાં મૈસુરની એક સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવી, જ્યાં સુરેશ સામે હત્યાનો કેસ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચોઃ વક્ફ બિલ મુદ્દે I.N.D.I.A.માં તિરાડ પડી! સંજયે રાઉતે કહ્યું – અમે સુપ્રીમ કોર્ટ નથી જવાના, ફાઈલ બંધ
ગણેશ સાથે કર્યાં બીજા લગ્ન
પોલીસ પૂછપરછમાં મલ્લિગે સ્વીકાર્યું કે, ‘સુરેશ મારો પહેલો પતિ છે. મને ગણેશ સાથે પ્રેમ થઈ ગયો હતો અને 2020માં તેની સાથે ભાગી ગઈ હતી અને કોડાગુમાં રહેતી હતી. બાદમાં મેં ગણેશ સાથે સાથે બીજા લગ્ન કરી લીધા હતાં.’