gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમેરિકાની ટેરિફ વોર વચ્ચે દુનિયાના અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ

– ચાંદીમાં ત્રણ દિવસમાં 15 હજારનો વધારો : પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ આગઝરતી તેજી : ક્રુડ તેલમાં સ્થિરતા

અમદાવાદ/મુંબઈ : દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં        

સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી.  વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ  ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે. 

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.

મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર  ભાવ જે શુક્રવારે  રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે   શુક્રવારે   જીએસટી વગર .૯૯૯ના  પ્રતિ કિલો  રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે  સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.

દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.

 હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી. 

ડાઉ જોન્સમાં 600 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ : અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે.  યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during ...

તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય | Lack of cleaning in the pond leads to dirt on th…

તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય | Lack of cleaning in the pond leads to dirt on th...

નડિયાદમાં સગીર દીકરીની આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને 5 વર્ષ કેદની સજા | Father sentenced to 5 year…

નડિયાદમાં સગીર દીકરીની આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને 5 વર્ષ કેદની સજા | Father sentenced to 5 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

શું તમારા PF એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા થયા? આ રીતે મિનિટોમાં જ ચેક કરો બેલેન્સ | Did you get inter…

10 months ago
બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

બિલેશ્વરપુરા નજીક ક્રેનની ટક્કરથી લારી ચાલકનું મોત | Lorry driver dies after being hit by crane near…

10 months ago
વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

9 months ago
મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News