gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો ‘ડબલ સ્ટ્રોક’, ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના | bjp double s…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠા અને વાવ-થરાદમાં ભાજપનો ‘ડબલ સ્ટ્રોક’, ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની વ્યૂહરચના | bjp double s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

North Gujarat Politics: ગુજરાતના નવા મંત્રીમંડળની રચનામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા બનાસકાંઠા અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું વધેલું વર્ચસ્વ ઘટાડવા અને બંને જિલ્લાઓમાં ભાજપનો પાયો મજબૂત કરવાના સ્પષ્ટ ઇરાદા સાથે બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બનાસકાંઠાને વિશેષ મહત્ત્વ, બે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ

ગુજરાત સરકારના 26 મંત્રીઓના નવા મંત્રીમંડળમાં બનાસકાંઠા અને તાજેતરમાં જ વિસર્જન બાદ બનેલા વાવ-થરાદ જિલ્લાને વિશેષ મહત્ત્વ મળ્યું છે. આ બંને જિલ્લામાંથી બે યુવા ધારાસભ્યોને મંત્રીપદ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. 

પ્રવીણ માળીને મળી વાહનવ્યવહાર, જળસંપત્તિ અને કલાઈમેટ ચેન્જ

તેઓ બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય છે. પ્રવીણ માળીએ તેમના રાજકીય જીવનની શરૂઆત પાલિકાના કોર્પોરેટર તરીકે કરી હતી. તેઓ સ્વર્ગીય ગોરધનભાઈ માળીના અવસાન બાદ ભાજપના સશક્ત ભૂમિકા ભજવતા હતા. ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ વિસ્તારના ખેત તલાવડી, કૂવા રિચાર્જ અને ભૂગર્ભ જળ બચાવ માટે અનેક પ્રયત્નો કર્યા છે. તેમને વાહનવ્યવહાર, જળસંપત્તિ અને કલાઈમેટ ચેન્જ જેવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો 

વાવ-થરાદ જિલ્લામાંથી વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર સ્વરૂપજી ઠાકોરને 2022માં પ્રથમવાર ટિકિટ મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં 2024માં પેટા ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. યુવા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો

ગેનીબેનના વર્ચસ્વને પડકારવા રાજકીય દાવ

બનાસકાંઠા જિલ્લામાં રાજકીય સમીકરણો હંમેશાં સંઘર્ષપૂર્ણ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત રહી છે, જ્યાં 2017 અને 2022માં ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ઐતિહાસિક વિજય મેળવીને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનું અને બનાસકાંઠામાં પોતાનું કદ ખૂબ મોટું કર્યું હતું.

ભાજપનો વળતો પ્રહાર

ગેનીબેનના રાજીનામાથી ખાલી પડેલી વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને જીતાડીને બેઠક કબજે કરી હતી. હવે સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેઓ આ ઠાકોર પ્રભુત્વવાળી બેઠક પર પોતાનો કાયમી દબદબો જાળવી રાખવા માંગે છે. આ નિર્ણય ઠાકોર સમાજને સીધો સંદેશ આપે છે કે હવે તેમનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં છે.

ગેનીબેનનું વર્ચસ્વ ઘટાડવાની ભાજપની વ્યૂહરચના

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને પણ મંત્રીમંડળમાં સ્થાન આપીને, ભાજપે માત્ર વાવ-થરાદ જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંગઠન અને અનુભવને મહત્ત્વ આપીને ગેનીબેન ઠાકોરના વધતા વર્ચસ્વને ઘટાડવાની મજબૂત વ્યૂહરચના ઘડી છે. આ મંત્રીપદથી બંને વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે અને આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

તો બીજી તરફ જૂના મંત્રીમંડળના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પણ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો જેવા મહત્ત્વના વિભાગો આપીને યથાવત રાખવામાં આવ્યા છે, જે ઉત્તર ગુજરાતના યુવા નેતૃત્વને મહત્ત્વ આપવાની ભાજપની નીતિ દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian...

થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after …

થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after ...

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

'પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં', રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

11 months ago
ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

10 months ago
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

1 year ago
ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…

ગોરવાના ઓપન બારના પ્રકરણમાં જવાહરનગર પોલીસની ભૂમિકા ચર્ચામાં,13 આરોપી જેલભેગા | 13 accused of open b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News