![]()
વડોદરા,જાહેર માર્ગ પર જોખમી રીતે ફટાકડા વેચતા છ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલાલી ખિસકોલી સર્કલ નજીક જય માતાજી સિઝનેબલ સ્ટોલ ચલાવતા રિતેશ રમેશભાઇ ચૌહાણ (રહે.શિહોર ગામ, તા.પાદરા) ના સ્ટોલ પરથી પોલીસે ફટકાડા અને રોકડા મળી ૨,૫૨૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડસર રોડ પર જાહેર રોડ પર મંડપ બાંધી ફટાકડા વેચતા સ્ટીફન મનોહરભાઇ જેમ્સ તથા હર્ષ કીરિટભાઇ પઢિયાર (બંને રહે. વસંત વિહાર સોસાયટી, વડસર રોડ)ની સામે ગુનો દાખલ કરી પોલીસે ૧૩,૩૫૦ રૃપિયાના ફટાકડા કબજે કર્યા છે.
ચોખંડી નાની શાકમાર્કેટ ત્રણ રસ્તા પાસે જાહેર માર્ગ પર ફટાકડાનો સ્ટોલ લગાવનાર શિવમ અમિતભાઇ ચુનારા (રહે. ચુનારા વાસ, બરાનપુરા) દિલીપ ચંદુભાઇ ચુનારાતથા હરિશ કનુભાઇ ચુનારા (બંને રહે. રબારી વાસ, નવાપુરા) ની સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.









