![]()
– જિલ્લામાં ધનતેરસની ઉજવણી
– શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચાલીને જવું પણ મુશ્કેલ : મોડી રાત સુધી લોકોનો ધસારો
આણંદ : આણંદ શહેર જિલ્લામાં આજે ધનતેરસની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી. આવતીકાલ રવિવારે કાળી ચૌદશની ઉજવણી થશે. આણંદ શહેરમાં આજે સવારના દસ વાગ્યાના આરસા બાદ બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા.
આણંદ શહેર, બોરસદ, આંકલાવ, પેટલાદ, ખંભાત,સોજિત્રા, ઉમરેઠ, તારાપુર તાલુકા મથકો ખાતે આજે દિવાળીના તહેવારોને કારણે બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. આણંદ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર, અમૂલ ડેરી રોડ, સરકારી દવાખાના રોડ, લક્ષ્મી સિનેમા રોડ, ગોપાલ થિયેટર ચોકડી, આણંદ- વિદ્યાનગર રોડ, પોલીસન ડેરી વિસ્તારમાં લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. જેના કારણે લોકોને ચાલીને જવું પણ મુશ્કેલભર્યું બન્યું હતું.
આણંદન શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ટૂંકી ગલી અને આસપાસના વિસ્તારમાં લારીઓ,બૂટ ચંપસ ઘરના સુશોભિત ચીજવસ્તુઓ સહિતની લારીઓ સ્ટોલ ઉભા કરી દીધા હચાય જેના કારણે સવારથી મોડી રાત સુધી રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
બીજી તરફ નોકરિયાત વર્ગને પગાર અને બોનસ થયા છે તેમજ ડાંગરના પાક તૈયાર થઇને બજારમાં ખેડૂતોએ વેચી રહ્યાં છે જેની અસર બજારમાં જોવા મળી છે. દિવાળીના હવે બે દિવસ બાકી છે. જેના કારણે ભારે ભીડ રહેવાનો અંદાજ છે.










