
Hyderabad Accident : શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકુર વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.










