
Cyclone – Rain Alert In Odisha : દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 27 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં પરિણમી શકે છે. જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી સોમવારથી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે. આ મામલે ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર જણાવ્યું હતું કે, વેધર સિસ્ટમ છેલ્લા ત્રણ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી છે અને તે દિશામાં આગળ વધવાની શક્યતા છે, ત્યારે 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી










