gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in Business
0 0
0
સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Why World Central Banks Buying Gold: સોનું એક એવી ધાતુ છે જેને દરેક વ્યક્તિ ખરીદવા માગે છે. ઘરેણાં બનાવવાથી લઈને સુરક્ષિત રોકાણ સુધી, સોનું એક શાનદાર વિકલ્પ તરીકે કામ કરે છે. તાજેતરના વર્ષોમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, માત્ર એક જ વર્ષમાં 55થી 65% રિટર્ન મળી ચૂક્યું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો પણ તેની ભારે ખરીદી કરી રહી છે. તેઓ ચુપચાપ પોતાના સોનાના ભંડારમાં ઝડપી ગતિએ વધારો કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે?

સેન્ટ્રલ બેન્કો દ્વારા 2025માં સામૂહિક રીતે લગભગ 900 ટન સોનું ખરીદવાની અપેક્ષા છે, જે સરેરાશથી વધુ ખરીદીનું સતત ચોથું વર્ષ છે. પહેલા આવું કયારેય જોવા નથી મળ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સેન્ટ્રલ બેન્ક ગોલ્ડ રિઝર્વ સર્વે 2025માં એક ચોંકાવનારી વાત સામે આવી છે. તે પ્રમાણે 76% સેન્ટ્રલ બેન્કોને આશા છે કે, હવેથી પાંચ વર્ષ પછી તેમની પાસે સોનાનો વધુ હિસ્સો હશે, જ્યારે 73%ને અપેક્ષા છે કે ગ્લોબલ ભંડારમાં યુએસ ડોલરનો હિસ્સો ઘટશે.

તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સેન્ટ્રલ બેન્કો ડોલરને ઘટાડીને સોનાની ખરીદી વધારી રહી છે. હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, શું ડોલરનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને શું સોનું વધુ મહત્વનું બનશે? ચાલો નિષ્ણાતો પાસેથી સમજીએ કે ગોલ્ડ અને ડોલરનું ચક્કર શું છે?

એક રિપોર્ટમાં ઈકોનોમિસ્ટે જણાવ્યું કે, ગ્લોબલ ઈકોનોમી હાલમાં 2% કરતા પણ ઓછી રફ્તારે ગ્રો કરી રહી છે અને ફુગાવો ચરમસીમા પર છે. આ માહોલમાં દેશ સુરક્ષિત સંપત્તિ તરફ વધી રહ્યા છે. બીજી તરફ સેન્ટ્રલ બેન્ક ડોલર અથવા ફિયાટ સંપત્તિમાં વિશ્વાસ ઘટે તો તે કોઈ ઠોસ ઉપાયની તલાશ કરે છે.

બોન્ડ્સ અથવા કરન્સીથી વિપરીત સોનામાં કોઈ પ્રતિપક્ષીય જોખમ નથી. આનો અર્થ એ છે કે તે ડિફોલ્ટ નથી થઈ શકતું, ફુગાવાથી પ્રભાવિત થઈ શકતું નથી અથવા પ્રતિબંધોથી સ્થિર નથી થઈ શકતું. આ જ કારણ છે કે સેન્ટ્રલ બેન્કો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે.

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે?

ઈન્ફોર્મિક્સ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી મનોરંજન શર્માએ જણાવ્યું કે, ‘સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાના ભંડારમાં વધારો પરંપરાગત સલામત હેતુઓથી ઘણુ વધારે છે. સોનું રાખવાથી પ્રતિબંધોથી સુરક્ષા મળે છે, પોલિસીને લઈને વિશ્વાસ વધે છે, નાણાકીય સ્થિરતા વધે છે અને વધતી જતી નાણાકીય વ્યવસ્થામાં સ્વતંત્ર પોલિસી માટે સુગમતા મળે છે.’

શર્માએ જણાવ્યું કે, ‘સોનું નાણાકીય દમનની અનિશ્ચિતતાઓ અને ઉભરતા ડિજિટલ ચલણની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષા તરીકે પણ કામ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો,આ એક ઈરાદાપૂર્વકનું માળખાકીય પગલું છે, સોનાની આટલી ખરીદી કોઈ ટૂંકા ગાળાના સંકટને લઈને બચાવ નથી.’

ડોલરનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું? 

IMFના COFER ડેટાબેઝ પ્રમાણે યુએસ ડોલર હજુ પણ કુલ વૈશ્વિક ભંડારના લગભગ 58% હિસ્સો ધરાવે છે, પરંતુ આ હિસ્સો સતત ઘટી રહ્યો છે. ડોલરના વર્ચસ્વને આર્થિક પરિબળોની સાથએ-સાથે રાજકીય પરિબળો દ્વારા પણ પડકાર મળી રહ્યો છે. રશિયા પર લાદવામાં આવેલા તાજેતરના નાણાકીય પ્રતિબંધો અને અન્ય દેશો સામે સમાન પગલાં લેવાની ધમકીના કારણે ઘણી સરકારો મોટી માત્રામાં યુએસ સંપત્તિ રાખવા અંગે ચિંતિત થઈ ગઈ છે.

તેનાથી વિપરીત સોનાને સ્થાનિક સ્તરે સ્ટોર કરી શકાય છે, વૈશ્વિક સ્તરે વેપાર કરી શકાય છે, અને તે કોઈ એક દેશની નીતિઓ સાથે બંધાયેલું નથી. આ ઉભરતી બજાર અર્થવ્યવસ્થા માટે આકર્ષક છે, જે પોતાને પશ્ચિમી શક્તિઓથી અલગ રાખવા માગે છે.

ચીન શું કરી રહ્યું?

પીપુલ્સ બેન્ક ઓફ ચાઈના તાજેતરના વર્ષોમાં સોનાના સૌથી આક્રમક ખરીદદારોમાંથી એક રહી છે, જેણે 2025ના મધ્ય સુધી સતત 18 મહિના સુધી પોતાના ભંડારમાં સોનું જોડ્યું છે. અર્થશાસ્ત્રીઓ ચીનની સોનાની ખરીદીને સંભવિત યુએસ પ્રતિબંધો સામે રક્ષણ અને BRICS+ બ્લોકમાં નોન-ડોલર વેપારને ટેકો આપવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ ગણાવે છે.

આ ખરીદીની શું થશે અસર?

શર્માએ કહ્યું કે, આ સતત સત્તાવાર ખરીદીએ વૈશ્વિક વ્યાજ દરમાં વધારો છતાં સોનાના ભાવમાં એક માળખાગત ઘટાડો ઊભો કર્યો છે. સેન્ટ્રલ બેન્કની ખરીદી સોનાને એક વિશ્વસનીય લાંબા ગાળાની સંપત્તિ તરીકે સ્થાપિત કરે છે, જેનાથી સંસ્થાકીય અને છૂટક રોકાણકારો બંને ETF, ખાણકામ ઈક્વિટી અને સોવરેન ગોલ્ડ બોન્ડના માધ્યમથી રોકાણમાં વધારો કરવા પ્રેરાય છે.

સેન્ટ્રલ બેન્કોની ખરીદીથી માત્ર કિંમત જ નથી વધી રહી પરંતુ ફુગાવાની અસ્થિરતા, ડિજિટલ કરન્સીનો વિકાસ અને તીવ્ર ભૂરાજકીય સ્પર્ધા આ નવા યુગમાં સોનાને નાણાકીય સાર્વભૌમત્વના મુખ્ય સ્તંભ તરીકે પુનઃસ્થાપિત કરી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S…

Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S...

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી | Hary…

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી | Hary...

‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un…

'તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?', જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

7 months ago
ટયુશન ક્લાસ ચલાવતા યુવાનને કરંટ લાગતા મોત | Young man died after getting electrocuted

ટયુશન ક્લાસ ચલાવતા યુવાનને કરંટ લાગતા મોત | Young man died after getting electrocuted

11 months ago
અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું મોત, તંત્રની ઘોર બેદરકારી | ahmedabad coupl…

અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું મોત, તંત્રની ઘોર બેદરકારી | ahmedabad coupl…

10 months ago
જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News