Ramsetu: તમિલનાડુમાં દેશની મુખ્યભુમિને રામેશ્વર (અથવા પમ્બન) ટાપુ સાથે જોડતા બ્રિજનું નિર્માણ થયું છે, આ જ સ્થળે ત્રેતાયુગમાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી રામના આશિર્વાદથી નલ નીલ સહિતની વાનરસેનાએ રાવણની લંકા ઉપર આક્રમણ કરવા રામસેતુનું નિર્માણ કર્યુ હતું.
રામસેતુ 110 વર્ષમાં દરિયા ઉપર બનેલા 36 બ્રિજમાં સૌથી મોટો
આ રામસેતુ આજે પણ દેશમાં 110 વર્ષમાં દરિયા ઉપર બનેલા 36 બ્રિજમાં સૌથી મોટો છે. રામસેતુને વૈજ્ઞાનિક પૂરાવા મળ્યા છે અને આજે પણ તેના અવશેષો મોજુદ છે.
ભારતમાં દરિયા ઉપર જે બ્રિજ બન્યા છે તેમાં સૌથી વધુ લંબાઈનો બ્રિજ મુંબઈને નવી મુંબઈ સાથે જોડતો અટલ સેતુ છે જે 21.8 કિ.મી.લંબાઈનો છે. જેનું તા.12-01-2024ના લોકાર્પણ થયું હતું. આ બ્રિજ ભારતનો આજે સૌથી લાંબો દરિયાઈ પૂલ ગણાય છે.
ભારતવર્ષમાં આજ સુધીનો સૌથી લાંબો બ્રિજ
પરંતુ એક મંતવ્ય મૂજબ 7000 વર્ષ પહેલા બંધાયેલા રામસેતુની લંબાઈ રામેશ્વરમથી શ્રીલંકાના મન્નાર ટાપુ વચ્ચે 48 કિ.મી.ની છે. કેટલાક આ લંબાઈ 30 થી 50 મીટરની ગણાવે છે તો કેટલાક 48 મીટરથી વધારે ગણાવે છે. પરંતુ કોઈ પણ રીતે જોતા હજારો વર્ષ પહેલાનો રામસેતુ ભારતવર્ષમાં આજ સુધીનો સૌથી લાંબો બ્રિજ કહી શકાય છે.
આ પણ વાંચો: શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા
રામેશ્વર પાસે દરિયાની આ ત્રણ વિશેષતાઓ છે
ભગવાન શ્રી રામે જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી તે રામેશ્વરમ્ પાસેના દરિયાની ત્રણ વિશેષતા છે. જેની સાથે કરોડો ભાવિકોની શ્રધ્ધા જોડાયેલી છે.
1. આ સ્થળે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનું મિલન થાય છે. બે દરિયાનો અલગ રંગ પણ નજરે પડે છે. આ જ સ્થળે ધનુષકોડી આવેલ છે.
2. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી રામની વાનરસેનાએ અહીંથી શ્રીલંકા સુધીનો રામસેતુ બાંધ્યો હતો જે આજે પણ જોઈ શકાય છે.
3. આ દરિયો દ્વારકા-સોમનાથના દરિયાની જેમ તોફાની નહીં પણ શાંત રહે છે.