![]()
મુંબઈ : સંવત ૨૦૮૨ની શુભ શરૂઆત બાદ વૈશ્વિક પરિબળો ખાસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વની બે મહાસત્તાઓ રશીયા અને ચાઈના સાથે ભીડો લેવાનું ચાલુ રાખવામાં આવી વિશ્વને સતત અનિશ્ચિતતાની ગર્તામાં રાખી વૈશ્વિક બજારોમાં સતતત ઉથલપાથલ સર્જવામાં આવી રહી છે. હાલ તુરત ભારતના પક્ષમાં પલડું નમી રહ્યું હોવાનું અને વિકસીત દેશોમાંથી ભારત સહિતના વિકાસશીલ બજારોમાં વિદેશી ફંડોનો પ્રવાહ વહેતો થવાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં આગામી દિવસોમાં ઘટાડે ટેકો મળવાની અને સેન્ટીમેન્ટ સુધારા તરફી રહેવાની અપેક્ષા છે.વૈશ્વિક ડેવલપમેન્ટ સાથે સ્થાનિક પરિબળોને લઈ આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૦૨૬ ઉપર બંધ થતાં ૨૬૩૩૩ અને સેન્સેક્સ ૮૫૦૮૫ ઉપર બંધ થતા ૮૫૮૮૮ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : BONDADA ENGINEERING LTD.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર (૫૪૩૯૭૧) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, બોન્ડાડા એન્જિનિયરીંગ લિમિટેડ(BONDADA ENGINEERING LIMITED), વર્ષ ૨૦૧૨માં સ્થાપિત કંપની ટેલિકોમ અને સૌર ઉર્જા ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓને એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઈપીસી) સર્વિસિઝ અને ઓપરેટિંગ તેમ જ મેઈન્ટેનન્સ ( ઓ એન્ડ એમ) સર્વિસિઝ પૂરી પાડે છે.
બિઝનેસ સેગ્મેન્ટ્સ :
(૧) રિન્યુએબલ એનજીૅ (નાણા વર્ષ ૨૦૨૫માં આવકના ૫૮ ટકા) : કંપની એન્ડ ટુ એન્ડ સોલાર ઈપીસી સર્વિસિઝ પૂરી પાડે છે, જેમાં સાઈટ સર્વેક્ષણો, જમીન તૈયારી, સિસ્ટમ ડિઝાઈન, ઈન્સ્ટોલેશન અને કામગીરીની દેખરેખનો સમાવેશ થાય છે. ઓફરોમાં સોલાર મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ (એમએમએસ), બેટરી એનજીૅ સ્ટોરેજ સિસ્ટમ્સ (બીઈએસએસ) અને મોટાપાયે સોલાર પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે.
(૨) ટેલિકોમ (નાણા વર્ષ ૨૦૨૫માં આવકના ૨૮ ટકા) : કંપની ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઈપીસી સર્વિસિઝ પૂરી પાડે છે, જેમાં ટાવરનું બાંધકામ, સેલ સાઈટનું બાંધકામ, ફાઈબર કેબલ બિછાવવા અને સંકળાયેલા સાધનોનો પુરવઠો, તેમ જ સિવિલ વર્કનો સમાવેશ થાય છે. કંપની ટેલિકોમ નેટવર્કસમાં પાવર, સુરક્ષા અને એન્વાયરમેન્ટ સિસ્ટમો માટે પરીક્ષણ અને વિશ્લેષણ સાથે કામગીરી અને જાળવણી પણ પૂરી પાડે છે.
(૩) ઈન્ડિયન રેલવેઝ (નવો બિઝનેસ) : કંપની ભારતીય રેલવે માટે ઈપીસી કાર્યો પૂરા પાડે છે, જે કવચ અને ફોરજી એલટીઈ-આર જેવી સંચાર પ્રણાલીઓને ટેકો આપવા માટે ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય પ્રવૃતિઓમાં પાઈલ ફાઉન્ડેશનનું બાંધકામ, ટેલિકોમ ટાવર માટે સપોર્ટ સ્ટ્રકચર્સ અને રેલવે નેટવર્કનું વીજળીકરણ સામેલ છે. આ રેલવે સંચાર અને સલામતી માળખામાં એક વ્યુહાત્મક પ્રવેશ દર્શાવે છે.
(૩) પ્રોડક્ટસ મેન્યુફેકચરીંગ (નાણા વર્ષ ૨૦૨૫માં આવકના ૧૪ ટકા) : કંપની ટેલિકોમ, સૌર અને બાંધકામ ક્ષેત્રો માટે ઉત્પાદન કરે છે. જેની ઉત્પાદન શ્રેણીમાં એએસી બ્લોક્સ, યુપીવીસી-એલ્યુમીનિયમ વિન્ડોઝ અને પ્રોફાઈલ્સ, ટેલિકોમ ટાવર્સ, સૌર એમએમએસ, ઔદ્યોગિક એલઈડી લાઈટિંગ અને બીએલડીસી મોટર્સનો સમાવેશ થાય છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની પાસે તેલંગાણામાં ઉત્પાદન સુવિધા છે, જેમાં ટાવર ફેબ્રિકેશન માટે ૧૨,૦૦૦ એમટીપીએની ઈન્સ્ટોલેશન ક્ષમતા છે. જે આંધ્ર પ્રદેશમાં તેની સુવિધામાં એએસી બ્લોક્સ, યુપીવીસી વિન્ડોઝ, સ્ટીલ સ્ટ્રકચર્સ વગેરેનું પણ ઉત્પાદન કરે છે.
ઉત્પાદન ક્ષમતા : એએસી બ્લોક્સની ૨,૦૦,૦૦૦ મેટ્રિક ટન, યુપીવીસી વિન્ડોઝની ૬,૦૦,૦૦૦ ચોરસ ફૂટ, યુપીવીસી પ્રોફાઈલની ૩૬૦૦ મેટ્રિક ટન અને એલ્યુમીનિયમ વિન્ડોઝની ૧,૮૦,૦૦૦ ચોરસ ફૂટ અને સ્ટીલ સ્ટ્રકચર્સની ૪૮,૦૦૦ મેટ્રિક ટનનો સમાવેશ છે.
પ્રમુખ ગ્રાહકો : અદાણી, રિલાયન્સ જિયો, એરટેલ, બીએસએનએલ, ઈન્ડસ ટાવર્સ, ભેલ, મહાજેનકો, એનએલસી ઈન્ડિયા, એસસીસીએલ, કોલ ઈન્ડિયા, એનએચપીસી, એનટીપીસી, વિવિધ ઈન્ડિયન રેલવેઝ ડિવિઝન, પેરાડિજિમઆઈટી, એરિકશન, ગેમચેન્જર સોલાર અને અન્યોનો સમાવેશ છે.
ઓર્ડર બુક : નાણા વર્ષ ૨૦૨૫માં કંપનીની ઓર્ડર બુક રૂ.૫૦૪૪ કરોડની રહી છે. જેમાં રિન્યુએબલ એનજીૅ સેગ્મેન્ટમાંથી રૂ.૩૫૮૯ કરોડ, ટેલીકોમમાંથી રૂ.૧૦૯૧ કરોડ, રેલવેઝમાંથી રૂ.૨૨૮ કરોડ અને પ્રોડક્ટ ડિવિઝનમાંથી રૂ.૧૩૬ કરોડનો સમાવેશ છે. વધારાના પાઈપલાઈનમાં રહેલા ઓર્ડરોમાં રજૂ કરાયેલા ટેન્ડરો રૂ.૧૬૭૫ કરોડના છે, જ્યારે સહભાગી થવા માટે ઓળખાયેલા ટેન્ડરોમાં રૂ.૪૬૭૦ કરોડનો સમાવેશ છે.
ઉચ્ચ વૃદ્વિની મહત્વાકાંક્ષા : કંપનીનું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધીમાં આવક રૂ.૧૦,૦૦૦ કરોડ આંબવાનું અને ૧૦ ગીગાવોટ ક્ષમતાનું છે. જેમાં ૬ ગીગાવોટ સોલાર ઈપીસી, ૨ ગીગાવોટ બેટરી એનજીૅ સ્ટોરેજ સિસ્ટમ્સ (બીઈએસએસ) અને ૨ ગીગાવોટ સોલાર આઈપીપીનો સમાવેશ છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(પેઈડ-અપ ઈક્વિટી રૂ.૨૨.૩૨ કરોડ)
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૯૬ ટકા વધીને રૂ.૧૫૭૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૩૨ ટકા થકી ચોખ્ખો નફો ૧૫૦ ટકા વધીને રૂ.૧૧૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦.૨૮, બુક વેલ્યુ રૂ.૪૪ નોંધાવી હતી
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક ૯૧ ટકા વધીને રૂ.૩૦૦૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૩૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨.૫૦ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)બોન્ડાડા ફેમિલીના ૬૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, બોન્ડાડા એન્જિનિયરીંગ લિમિટેડ, બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૨.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૬ સામે રૂ.૨ પેઈડ-અપ શેર રૂ.૪૬૫ ભાવે, ટર્નકી એન્જિનિયરીંગ ઉદ્યોગના સરેરાશ ૩૩ના પી/ઈ સામે ૨૦.૬૬ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.










