
– બ્રિટનમાં ભારતીયો પર વંશીય હુમલાઓની અત્યંત જઘન્ય ઘટના
– સીસીટીવી ફૂટેજ જાહેર થયા બાદ 32 વર્ષીય આરોપી ઝડપાયો, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાતી વધારાશે
– હું 61 વર્ષથી બ્રિટનમાં રહું છું, આવી ઘટના ક્યારેય સામે નથી આવી, પીડિતાને ઘણો આઘાત લાગ્યો હશે : ભારતીયોમાં રોષ
નવી દિલ્હી : બ્રિટનમાં ભારતીયો પર વંશીય હુમલા વધી રહ્યા છે. એવામાં હવે એક ભારતીય યુવતી પર આ વંશીય માનસિકતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટનાને પગલે બ્રિટનમાં રહેતા ભારતીયોમાં સુરક્ષાને લઇને ચિંતા વધી ગઇ છે. ૨૦ વર્ષીય ભારતીય યુવતી પર બળાત્કારના આરોપી ૩૨ વર્ષીય બ્રિટિશ યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.










