– હત્યા કે આત્મહત્યા અંગે તપાસ શરૂ
– અખિયાણી ગામની ફેક્ટરીમાં નોકરી કરતો મૂળ ઉત્તરપ્રદેશનો 32 વર્ષનો યુવાન હોવાનું ખૂલ્યું
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના અખિયાણા ગામની ફેક્ટરીમાં નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવકની લાશ ગામની સીમમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવી છે. પોલીસે લાશનર્પીએમ માટે મોકલી યુવકની હત્યા કરાઈ છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
દસાડાના અખીયાણા ગામની સીમમાં એક અજાણ્યા યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી હતી.