gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓક્ટોબરમાં યુપીઆઈથી દૈનિક-માસિક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ

– યુપીઆઈથી 18 ઓક્ટો.એ સૌથી વધુ ૭૫.૪૩ કરોડ, મહિનામાં ૨૦.૭૦ અબજના ટ્રાન્ઝેક્શન થયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરાયેલા સુધારા અને તહેવારોની ખરીદીની યુપીઆઈ મારફત થતી લેવડ-દેવડ પર સકારાત્મક અસર થઈ છે અને ભારતના ડિજિટલ પેમેન્ટે ઓક્ટોબર ૨૦૨૫માં ઐતિહાસિક સિમાચિહ્ન પાર કર્યું છે. એનપીસીઆઈએ શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં યુપીઆઈ મારફત થતા ટ્રાન્ઝેક્શને દૈનિક તેમજ માસિક ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ સર્જ્યો હતો.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ  ઓક્ટોબર ૨૦૨૫માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વાર્ષિક ૨૫ ટકા વધીને ૨૦.૭૦ અબજ થયા છે, જે એક જ મહિનામાં અત્યાર સુધીમાં થયેલા સૌથી વધુ ટ્રાન્ઝેક્શન છે. આ સાથે ૧૮ ઓક્ટોબરે યુપીઆઈથી એક જ દિવસમાં ૭૫.૪૩ કરોડ ટ્રાન્ઝેક્શનનો પણ વિક્રમ સર્જાયો છે, જે યુપીઆઈની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ વોલ્યુમ છે. ઓક્ટોબરમાં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન ૬૬.૮ કરોડ રહ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ૬૫.૪ કરોડથી વધુ હતું. ભારતમાં યુપીઆઈથી થતા ટ્રાન્ઝેક્શનમાં સતત થઈ રહેલો વધારો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સતત વધી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.

એનપીસીઆઈના ડેટા મુજબ ઓક્ટોબર ૨૦૨૫માં વોલ્યુમની સાથે મૂલ્યની દૃષ્ટિએ પણ જંગી વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં યુપીઆઈ મારફત રૂ. ૨૭.૨૮ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે વાર્ષિક ૧૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં યુપીઆઈ મારફત રૂ. ૨૪.૯૦ લાખ કરોડ જ્યારે ઓગસ્ટમાં યુપીઆઈથી રૂ. ૨૪.૮૫ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ઓક્ટોબરમાં યુપીઆઈથી દૈનિક સરેરાશ રૂ. ૮૭,૯૯૩ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સપ્ટેમ્બરમાં દૈનિક રૂ. ૮૨,૯૯૧ કરોડથી વધુ હતા.

દેશમાં માત્ર યુપીઆઈ જ નહીં આઈએમપીએસ મારફત પણ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. ઑક્ટોબરમાં આઈએમપીએસથી ટ્રાન્ઝેક્શન ૩ ટકા વધીને ૪૦.૪ કરોડ થયા હતા જ્યારે મૂલ્યની દૃષ્ટિએ ૮ ટકા વધીને રૂ. ૬.૪૨ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ફાસ્ટેગનું વોલ્યુમ પણ ૮ ટકા વધીને ૩૬.૧ કરોડ થયું હતું જ્યારે મૂલ્યની દૃષ્ટિએ ૪ ટકા વધીને રૂ. ૬,૬૮૬ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે તહેવારોના સમયમાં હાઈવે પર પ્રવાસમાં વધારો દર્શાવે છે. આ સિવાય આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ) મારફત ટ્રાન્ઝેક્શન ૬ ટકા વધીને ૧૧.૨ કરોડ થયા હતા, જે મૂલ્યની દૃષ્ટિએ ૩૦,૫૦૯ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં બેન્કિંગ ચેનલ મારફત નાણાકીય સમાવેશના સંકેત આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં યુપીઆઈનો પ્રસાર ડિજિટલ અર્થતંત્ર બનવા તરફ ભારતની આગેકૂચ દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
Next Post
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્…

તેઓ ખ્રિસ્તી નથી ધર્માંતરણ કરાવવાનો ઈરાદો પણ નથી ઉષાવાન્સનાં ધર્માંતરણની અફવાને જે.ડી. વાન્સનો સ્પષ્...

રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas …

રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s…

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : કારચાલક ફરાર | English liquor s…

11 months ago
જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

1 month ago
કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

5 months ago
દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News