gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર…
3
VIEWS
Share on FacebookShare on Twitter

National Highway New Rules : દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે મુજબ, દેશના કોઇ પણ નેશનલ હાઇવે પર એક જ સ્થળે એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થશે તો તે કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે અને આ મુદ્દે તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.’

50 લાખ સુધીનો દંડ થશે

ઉમાશંકરે નવા નિયમની માહિતી આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર (અગાઉ અકસ્માત થયું હોય તેવા સ્થળના 500 મીટરના અંતરમાં)  એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેના પછી પણ જો ફરી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરોને માર્ગ નિર્માણ અને જાળવણીમાં વધુ જવાબદાર બનાવવા અને અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ VIDEO : જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 19ના મોત

કયા સંજોગોમાં થશે દંડ?

સરકારે જણાવ્યું કે, ‘આ કાર્યવાહી જે નેશનલ હાઇવે ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ પર બનેલા હશે તેના કોન્ટ્રાક્ટર પર કરવામાં આવશે.’ તમને જણાવી દઇએ કે, ભારતમાં નેશનલ હાઇવેના બાંધકામમાં ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ એક એવો માળખો છે, જેમાં સરકાર ખાનગી કંપનીઓની મદદથી હાઇવેનું બાંધકામ કરાવે છે અને પછી જાળવણીની જવાબદારી પણ તે કંપનીને સોંપવામાં આવે છે. ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ મોડલમાં કંપનીને 15થી 20 વર્ષ માટે રસ્તાની જાળવણીની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો હાઇવે પર કોઇ એક સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થાય તેવા સંજોગોમાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ટ્રકમાં ઘૂસી ગઈ ટેમ્પો ટ્રાવેલર, 15 લોકોના મોત: જોધપુરમાં ગમખ્વાર અકસ્માત

અકસ્માત પીડિતો માટે યોજના શરૂ કરાશે

ઉમાશંકરે અકસ્માત પીડિતોની મદદ માટેની યોજના અંગે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના શરૂ કરવા જઇ રહી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈજાગ્રસ્તને રૂ. 1.5 લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે.’ આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા શક્યતા વ્યક્ત કરાઇ છે કે, આ યોજના શરૂ થતાં માર્ગ અકસ્માતના કિસ્સામાં મૃત્યુદર ઘટશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura…

સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura...

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj…

ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat Anj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

10 months ago
સંસદમાં વાયુ પ્રદૂષણ પર કોઈ ચર્ચા નહીં, સરકારનો તર્ક- અમે તો તૈયાર હતા, વિપક્ષે હોબાળો કર્યો | ‘They…

સંસદમાં વાયુ પ્રદૂષણ પર કોઈ ચર્ચા નહીં, સરકારનો તર્ક- અમે તો તૈયાર હતા, વિપક્ષે હોબાળો કર્યો | ‘They…

6 months ago
‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

5 months ago
હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News