gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D…
8
VIEWS
Share on FacebookShare on Twitter

– મુંબઈની કંપનીની એસ્કોર્ટ સિક્યૂરિટી ટીમ હાજર હોવા છતાં ફિલ્મીઢબે ચોરી

– ‘જમવાનું લઈને આવું’ કહી કન્ટેનર ગેટ બહાર કાઢ્યું : હરિયાળા ગામ પાસેથી કન્ટેનર બિનવારસી મળ્યું : આઈફોન, આઈપેડ અને એરપોર્ડ્સના 397 યુનિટ ગાયબ : પોલીસની વિવિધ ટીમો દોડતી થઈ

નડિયાદ : ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક વેરહાઉસ ખાતેથી કંપનીના ડ્રાઈવરે જ કરોડો રૂપિયાની કિંમતના વિદેશી બ્રાન્ડના મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરતા સનસની ફેલાઈ ગઈ છે. ડ્રાઈવર ૨.૨૩ કરોડ રૂપિયાનો માલ ભરેલું કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે બાદમાં આ કન્ટેનર બિનવારસી હાલતમાં શોધી કાઢયું હતું, પરંતુ તેમાંથી કરોડોનો માલ ગાયબ હતો.

મુંબઈની કીન્ટેસુ વર્લ્ડ એક્સપ્રેસ (ઇન્ડિયા) પ્રા.લિ. ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આઈફોન, આઈપેડ, એરપોડ્સ સહિતની કુલ રૂા. ૨,૨૩,૪૮,૫૭૪ની કિંમતની એપલ કંપનીની પ્રોડક્ટ્સ એક કન્ટેનરમાં ભરીને મુંબઈથી ખેડાના વેરહાઉસ સુધી લાવવામાં આવી હતી. આ કન્ટેનર સાથે કંપનીની એસ્કોર્ટ સિક્યોરિટી ટીમ પણ હાજર હતી. તમામ માલસામાન વેરહાઉસમાં સલામત પહોંચી ગયો હતો. ત્યારે તા. ૨૭ ઓક્ટોમ્બરની મોડી રાત્રે કન્ટેનરના ડ્રાઈવર વસીમખાન જશમત દ્વારા એક તરકીબ અજમાવવામાં આવી હતી. તેણે સિક્યોરિટી ગાર્ડ્સને ‘હું જમવાનું લઈને આવું છું’ તેમ કહીને કન્ટેનર ગાડીને વેરહાઉસના ગેટ બહાર કાઢી હતી. જોકે, ત્યારબાદ ડ્રાઈવર વેરહાઉસના ગેટ પરથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. 

આ ઘટના બનતા જ સિક્યોરિટી ગાર્ડ્સે તાત્કાલિક કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. કંપનીના અધિકારીઓએ જીપીએસ ચેક કરતાં જાણવા મળ્યું કે તા. ૨૭ ઓક્ટોમ્બરના રોજ સવારના ૯.૩૮ વાગ્યાની આસપાસ ડ્રાઈવરનું જીપીએસ લોકેશન બંધ થઈ ગયું હતું. બાદમાં જીપીએસ ટ્રેકિંગના આધારે આ બિનવારસી કન્ટેનર ગાડી ખેડા તાલુકાના હરિયાળા ગામ પાસેથી મળી આવી હતી. 

કંપનીના અધિકારીઓએ તા. ૨૮ના રોજ કન્ટેનરને ખેડા વેરહાઉસ પર લાવીને તેનું સીલ તોડીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી એપલ કંપનીની કુલ ૩૯૭ યુનિટ પ્રોડક્ટ્સ જેમાં મુખ્યત્વે આઈફોન, આઈપેડ અને એરપોર્ડ્સ ગાયબ જણાયા હતા. ચોરાયેલા આ માલની કુલ કિંમત રૂા. ૨.૨૩ કરોડ આંકવામાં આવી છે. આ બનાવ અંગે કંપનીના અધિકારી રજનીશ કૌશિક ચંદ્રપ્રકાશ શર્માએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઇવર વસીમખાન જશમત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ડ્રાઈવરને પકડવા અને ચોરાયેલો કરોડોનો માલસામાન જપ્ત કરવા માટે ખેડા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…
GUJARAT

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

March 30, 2026
Next Post
આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station …

આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે | Okha train will run to Dwarka railway station ...

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against …

ધ્રાંગધ્રામાં મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ | Allegations of fraud against ...

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

6 months ago
બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of…

બાલાસિનોરના જેઠોલી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું | Crocodiles kill 3 pigs in Jetholi village of…

12 months ago
અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…

અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | ahmedabad ka…

6 months ago
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News