
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટતા જોવા મળ્યા હતા જ્યારે સોનાના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ ફરી ઘટાડા પર રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૦૦૦ ડોલર ઉપરના મથાળે સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.









