![]()
Jamnagar Temple Theft Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં નાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં નવઘણભાઈ કરમણભાઈ ગોલતર કે જેઓ મંદિરમાં સેવા પૂજા કરે છે, તેઓએ ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં જાહેર કરી મંદિરમાંથી રૂપિયા 30,000ના પરચુરણની ચોરી થઈ ગઈ હોવાનું જણાવ્યું છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વિભાણીયા ગામમાં આવેલા નાગબાઈ માતાજીના મંદિરમાં ગઈ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મંદિરમાં રાખેલી દાન પેટી કે જેનું પણ તાળું તોડી નાખ્યું હતું, અને અંદર એકત્ર થયેલી રૂપિયા 30,000 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
આ ફરિયાદના બનાવ બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ વિભાણિયા ગામે દોડી ગઈ હતી અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં એક ખેડૂતના રહેણાંક મકાનમાંથી બાઈક ચોરાયું
ધ્રોળ તાલુકાના સગાડિયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા કે જેઓએ પોતાનું રૂપિયા 60,000 ની કિંમતનું બાઇક ઘરના ફળિયામાં પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો બાઇકની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવી છે.










