India Philanthropy List 2025: દેશમાં ધનિકોની સંખ્યા વધી રહી છે, તેની સાથે કેટલાક ધનિકોમાં સમાજસેવા એટલે કે સમાજને પાછું આપવાની ભાવના પણ વધી રહી છે. એડલગિવ હુરુન ઈન્ડિયા 2025ની યાદી પ્રમાણે, ભારતમાં ટોચના દાનવીરોએ વર્ષ 2025માં કુલ રૂ. 10,380 કરોડનું દાન કર્યું છે, જેમાં પહેલીવાર 12 નવા ચહેરા પણ જોવા મળ્યા છે. આ યાદીમાં દેશના સૌથી મોટા દાનવીર એસીએલ ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર અને તેમનો પરિવાર છે. તેમણે 2025માં કુલ રૂ. 2708 કરોડનું દાન કર્યું હતું. આ દાનની રકમ પ્રતિ દિવસ રૂ. 7.4 કરોડ જેટલી થવા જાય છે.
ચોથી વખત સૌથી પરોપકારી વ્યક્તિ
આ યાદીમાં દેશના સૌથી મોટા દાનવીર એસીએલ ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર અને તેમનો પરિવાર છે. તેમણે 2025માં કુલ રૂ. 2708 કરોડનું દાન કર્યું હતું. આ દાનની રકમ પ્રતિ દિવસ રૂ. 7.4 કરોડ જેટલી થવા જાય છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં દાનની રકમમાં 85 ટકા વધી છે. જે ભારતમાં પરોપકારની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
ટોપ 10 દાનવીરોની યાદી
1. શિવ નાદર એન્ડ ફેમિલી
દાનની રકમઃ રૂ. 2708 કરોડ
દાનનો મોટો હિસ્સો શિવ નાદર ફાઉન્ડેશનના માધ્યમથી શિક્ષણ અને કલા-સંસ્કૃતિના વિકાસ પર કેન્દ્રિત છે. તેમની દાનની રકમ વાર્ષિક ધોરણે 26 ટકા વધી છે.
2. મુકેશ અંબાણી
દાનની રકમઃ રૂ. 626 કરોડ
પરોપકારના ક્ષેત્રઃ શિક્ષણ, ગ્રામીણ પરિવર્તન, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ અને હેરિટેજ કન્ઝર્વેશન
68 વર્ષીય અંબાણીનું ફાઉન્ડેશન ભારતમાં સૌથી વધુ સક્રિય સીએસઆર સંસ્થાઓ પૈકી એક છે
3. બજાજ ફેમિલી
દાનની રકમઃ રૂ. 446 કરોડ (27 ટકા વૃદ્ધિ)
ગ્રામીણ ભારતમાં સામાજિક-આર્થિક વિકાસની દિશામાં કાર્યરત
4. કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી (આદિત્ય બિરલા ગ્રૂપ)
દાનની રકમઃ રૂ. 440 કરોડ
દાનની 20 ટકા રકમ પર્સનલ ફંડમાંથી
શિક્ષણ-સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ અને રમત ક્ષેત્રે સક્રિય.
5. ગૌતમ અદાણી એન્ડ ફેમિલી
દાનની રકમ: રૂ. 386 કરોડ (17 ટકા વૃદ્ધિ)
શિક્ષણ, કૌશલ્ય વિકાa, સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દાન











