![]()
– ખેડૂતને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવી દેવાશે
– મહારાણા પ્રતાપ શેડમાં કપાસના 5 થી 7 ઢગલામાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી
હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પાંચથી સાત ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા યાર્ડમાં રહેલી ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં અંદાજિત ૪૦૦ મણ કપાસ બળીને ખાખ થઇ ગયો હતો.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં સવારના ૧૦ઃ૩૦ વાગ્યાની આજુબાજુએ હરાજી ચાલુ હતી ત્યારે અચાનક મહારાણા પ્રતાપ નામના શેડમાં કપાસના પાંચથી સાત ઢગલામાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવાના કારણે વિકરાળ આગ લાગે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ મણ કપાસ બળીને રાખ થઈ ગયો હતો.
આ ઘટનાથી ખેડૂતોને આથક નુકસાન થયું છે. યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે જે પણ ખેડૂતને જે નુકસાન થયું છે તે પૂરેપૂરું વળતર હળવદ માર્કેટિંગ યાર્ડ તરફથી તાત્કાલિક ધોરણે ચૂકવી દેવામાં આવશે.










