અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં સગીર વયના બાળકનોને વાહનો ચલાવવા આપવાના કિસ્સા વધી રહ્યા છે. નરોડા મેમ્કો પાસે પોલીસે ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર પકડાતાં શખ્સે ૧૮ વર્ષ હોવાનું કહ્યું હતું. જેને લઇને પોલીસે બાઇક કબજે કરીને આરટીઓનો મેમો આપ્યો હતો. જો કે આરટીઓમાં ખરાઇ કરતાં ૧૭ વર્ષનો સગીર હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને શહેરકોટડા પોલીસે સગીર પાસે લાયન્સ ન હોવા છતાં બાઇક ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેમ્કો પાસે પકડાયો તો ૧૮ વર્ષ કહેતા પોલીસે આરટીઓનો મેમો આપ્યો સગીર સાબિત થતાં શહેર કોટડા પિતા સામે ગુનો નોંધ્યો
શહેરકોટડા પોલીસે બાપુનગરમાં રહેતા યુવક સામે ગુનો નોંધ્યો છે જેમાં તેમનો પુત્ર તા. ૨૯-૦-૨૫ના રોજ બાઇક લઇને નરોડા મેમ્કો પાસેથી પસાર થતો હતો. દરમિયાન વાહન ચેકિંગ વખતે પોલીસે તેની પાસે લાઇન્સ માંગતા તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું આ સમયે આરોપીના પુત્રએ પોતાના ૧૮ વર્ષ હોવાનું કહેતા પોલીસે આરટીઓમાં દંડ ભરવા માટે મેમો આપ્યો હતો. જેને તે આરટીઓમાં દંડ ભરવા જતાં ખરાઇ કરતા તેના ૧૭ વર્ષ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને આરટીઓમાં દંડ ભર્યા વગર પરત મોકલ્યો હતો જેના રિપોર્ટ આધારે શહેર કોટડા પોલીસે સગીર પાસે લાયન્સ ન હોવા છતાં બાઇક ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










