Surat Corporation Summer Camp : ઉનાળાનું વેકેશન શરૂ થાય ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા મોંઘી ફી લઈને સમર કેમ્પનું આયોજન થાય છે પરંતુ પાલિકા દ્વારા વિદ્યાર્થીઓને નજીવી ફી લઈને સમર કેમ્પમાં મોડેલ રોકેટ, ડ્રોન, સાયન્સ સહિત પેઈન્ટીંગ એસ્ટ્રોનોમી ઉપરાંત પેઇન્ટિંગ સહિતના કોર્ષ માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે. જુદા-જુદા બે ગ્રુપમાં ઉંમરના બાળકો માટે પાલિકાના સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત મ્યુનિ. દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે સમર કેમ્પનું આયોજન કરવામા આવે છે. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે આગામી શાળાના વેકેશન દરમ્યાન 10 મે થી 20 મે દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી 5મેથી ડાઉનલોડ કરી સાન્યસ સેન્ટર ખાતે આપવાના રહેશે.
સમર કેમ્પ માટે બે વયજુથ રાખવામાં આવ્યા છે જેમાં ગ્રુપ A માં 7 થી 12 વર્ષના બાળકો માટે પેપર આર્ટ, ફ્લાવર પોટ મેકીંગ, બેગ પેઈન્ટીંગ તથા રોબોટિક્સ, ડ્રોન, અને બેઝિક સાયન્સના ધ્વની ચુંબકત્વ, પ્રકાશ અને ગ્રીન એનર્જીના કોર્ષ રહેશે. જ્યારે ગ્રુપ B માં 13 થી 17 વર્ષના વિદ્યાર્થીઓનું રહેશે. આ વય જુથ માટેના કોર્ષમાં બેઝીક એસ્ટ્રોનોમી, ઓન હેન્ડ ટેલિસ્કોપ ટ્રેનીંગ, નો યોર પ્લેનેટ્સ, સીઝન્સ, ડે ટાઈમ એસ્ટ્રોનોમી, એસ્ટ્રોનોમી સોફ્ટવેર, સન ઓબ્ઝવેશન, બેઝીક ફીઝીકસ, પ્રયોગો, પેપર સર્કિટ, હોલોગ્રામ, પેન્ડુલમ વેવ, મેકસવેલ વ્હીલર સાથે-લીંપણ, વર્લી, મંડાલા, મધુબની, હેન્ડ મેડ જવેલરી કોર્ષ પણ શીખવવામાં આવે છે. સુરત મ્યુનિ.ના બેસી સાઈટ પર સમર કેમ્પ માટેના ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને પાલિકાના સાયન્સ સેન્ટર પર આપવાના રહેશે.