gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીના અપહરણમાં નવો ઘટસ્ફોટ: નગ્ન કરી નચાવી, ડામ દીધા અને વીડિયો ઉતાર્યો | …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીના અપહરણમાં નવો ઘટસ્ફોટ: નગ્ન કરી નચાવી, ડામ દીધા અને વીડિયો ઉતાર્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Girl stripped forced to dance Vadodara : વડોદરાના સમા-સાવલી રોડ વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીના અપહરણના ચકચારી કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીડિતાએ પોલીસ સમક્ષ વર્ણવ્યું છે કે તેનું અપહરણ કરી, તેને નગ્ન કરી નચાવવામાં આવી હતી અને મોઢે ડૂચો મારી, ગરમ ચપ્પુના ડામ દઈ તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સનસનીખેજ કેફિયત બાદ સમા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિતાએ જણાવ્યું કે તેની સાથે અગાઉ કામ કરતી શિવાની મોરેને તેણે રૂ. 11,000 આપ્યા હતા, જેમાંથી રૂ. 6,600 લેવાના બાકી હતા. શિવાનીએ નોકરી છોડી દીધી હોવાથી પીડિતા દસ-બાર દિવસથી પોતાના રૂપિયા માંગી રહી હતી.

અપહરણ અને અવાવરું મકાનમાં અત્યાચાર

23 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે શિવાનીએ પીડિતાને ફોન કરી સ્પા સેન્ટરની પાછળ બોલાવી હતી. પીડિતા ત્યાં પહોંચતા શિવાનીએ કોઈને ફોન કર્યો અને ગણતરીની સેકન્ડમાં જ એક કાર આવી પહોંચી. કારમાં વકાર નામનો પુરુષ અને ફજરીન નામની મહિલા બેઠા હતા. વકારે યુવતીના વાળ ખેંચી, ચપ્પુ બતાવી જબરદસ્તી કારમાં બેસાડી દીધી અને તેના મોબાઈલ આંચકી લીધા હતા.

ત્યારબાદ ત્રણેય જણા યુવતીને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા. ત્યાં વકારે યુવતીને માર મારવાનું શરૂ કર્યું અને આરોપ લગાવ્યો કે, ‘તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે અને મારી પત્નીનો વિડીયો વાયરલ કર્યા છે.’ પીડિતાએ આવો કોઈ વિડીયો વાયરલ નહીં કર્યો હોવાનું અને સ્પાના કેમેરા ચેક કરી લેવા કહ્યું છતાં ત્રણેયે તેને માર માર્યો હતો.

પીડિતાએ જણાવ્યું કે, ત્રણેય જણા અંદરોઅંદર વાત કરતા હતા કે, ‘આને બીજી જગ્યાએ લઈ જઈ આજે પતાવી દેવી છે.’ ત્યારબાદ તેઓ યુવતીને શિવાની અને વકારના તાંદલજા સ્થિત ફ્લેટ પર લઈ ગયા. ત્યાં અત્યાચારની હદ પાર કરવામાં આવી હતી.

આરોપીઓએ ગેસ પર ચાકુ ગરમ કરી પીડિતાને બંને પગે, નાક પર, હાથના પંજા પર અને કાન પાસે ડામ દીધા હતા. ચપ્પુ વડે તેના કપડાં ફાડી નાખી, જાંઘ અને ગોઠણ પાસે ઘા કર્યા હતા. નરાધમોએ યુવતીને નગ્ન હાલતમાં નાચવા માટે મજબૂર કરી હતી, જેનો શિવાનીએ વિડીયો ઉતાર્યો અને કહ્યું, ‘જેવી રીતે મારો વિડિયો ઉતાર્યો તેવી રીતે તારો વીડિયો પણ વાયરલ કરીશ.’ પીડિતાના મોઢામાં ડૂચા પણ મારી દેવામાં આવ્યા હતા.

પીડિતાની હિંમતથી થયો બચાવ

આરોપીઓએ પીડિતાના દાગીના ઉતારી લીધા હતા અને વધુ રૂપિયાની માંગણી કરી હતી, જે પીડિતાએ આપવાની તૈયારી બતાવી હતી. મોડી રાત્રે વકાર અને શિવાની એક રૂમમાં જતા રહ્યા, જ્યારે પીડિતા ફજરીન સાથે સૂઈ હતી. આ દરમિયાન મોકો મળતાં પીડિતાએ રાત્રે પોતાના મોબાઈલ પરથી સ્પા સેન્ટરના સંચાલક વિવેકભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી દીધી અને ફોન સ્વીચ ઓફ કરી પાછો મૂકી દીધો હતો.

સવારે આરોપીઓએ પીડિતાને બાથરૂમમાં પૂરી દીધી હતી. તે જ સમયે તેના શેઠ પોલીસને લઈને ફ્લેટ પર પહોંચી ગયા હતા. પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી અને ત્રણેય આરોપીઓ શિવાની મોરે, વકાર અને ફજરીનને દબોચી લઈ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. સમા પોલીસે આ મામલે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, મારપીટ અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના…

નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના...

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw...

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં ‘રેર અર્થ’ અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico…

ચીન પર ભારતની નિર્ભરતા ઘટશે! બજેટમાં ‘રેર અર્થ’ અંગે મોટી જાહેરાત | nirmala sitharaman budget semico…

5 months ago
‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi…

‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi…

7 months ago
હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

4 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6…

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News