gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બબલને લઈ વિશ્વમાં ચિંતા, એનવિડીયાના નબળા પરિણામ, ભારતના અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને  આઈટી પ્રોફેશનલોની માંગને લઈ અમેરિકા એચ૧બી વીઝામાં ઢીલ મૂકે એવી શકયતા સાથે વૈશ્વિક આઉટસોર્સિંગમાં ફરી વૃદ્વિની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીમાં ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. આઈટી શેરો સાથે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં  પસંદગીની ખરીદી રહી હતી. એઆઈ મામલે ખુદ ગુગલના સુંદર પિચાઈએ નિષ્ફળતાના સંજોગોમાં અનેક કંપનીઓને અસર પડવાની ચિંતા વ્યક્ત કરતાં આઈટી શેરોમાં ફંડોએ આજે એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતની આગેવાનીએ તેજી કરી હતી. સેન્સેક્સ ૫૧૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૮૫૧૮૬.૪૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૪૨.૬૦ પોઈન્ટ વધીને ૨૬૦૫૨.૬૫ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૧૦૨૫ પોઈન્ટ ઉછળ્યો : એચસીએલ, એલટીટીએસ, જેનેસીસ, ઈન્ટેલેક્ટ, ટીસીએસ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૨૪.૭૨ પોઈન્ટ ઉછળીને ૩૬૧૧૧.૦૬ બંધ રહ્યો હતો. એલટીટીએસ રૂ.૩૬૬.૪૦ ઉછળીને રૂ.૪૪૩૯.૧૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૭.૩૦ વધીને રૂ.૪૬૦.૫૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૮.૭૦ વધીને રૂ.૧૧૪૫.૭૦, લેટેન્ટ વ્યુ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૪૯૪.૫૦, ઓરિઓનપ્રો રૂ.૫૩.૬૫ વધીને રૂ.૧૧૩૫.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૬૮.૨૫ વધીને રૂ.૧૬૬૩, કોફોર્જ રૂ.૭૫.૩૦ વધીને રૂ.૧૮૫૭.૮૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૩૮.૪૫ વધીને રૂ.૬૩૧૫.૩૫, એલટીઆઈમાઈન્ડટ્રી રૂ.૨૧૯.૩૦ વધીને રૂ.૫૯૭૫.૭૦, ઈન્ફોસીસ રૂ.૫૫.૬૦ વધીને રૂ.૧૫૪૧.૨૫, આરસિસ્ટમ્સ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૨૨.૯૫, ટીસીએસ રૂ.૬૧.૫૫ વધીને રૂ.૩૧૪૭.૨૦, વિપ્રો રૂ.૫.૨૫ વધીને રૂ.૨૪૬.૦૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫૬ વધીને રૂ.૮૩૩૪.૭૦, એમ્ફેસીસ રૂ.૫૩.૧૦ વધીને રૂ.૨૭૧૨.૮૦ રહ્યા હતા.

બેંકેક્સ ૩૭૮ પોઈન્ટ વધ્યો : ઈન્ડસઈન્ડ, શેર ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ જનરલ, પૂનાવાલામાં તેજી

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૮.૧૧ પોઈન્ટ વધીને ૬૬૪૮૧.૫૩ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૮૬૭.૬૫, યશ બેંક ૧૧ પૈસા વધીને રૂ.૧૯.૭૬, બેંક ઓફ બરોડા રૂ.૧.૨૫ વધીને રૂ.૨૩૮.૪૫ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં શેર ઈન્ડિયા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૧૪૯.૭૦, આઈસીઆઈસીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૧૫૨.૭૦ વધીને રૂ.૨૦૧૧.૩૫, મહારાષ્ટ્ર બેંક રૂ.૪.૨૨ વધીને રૂ.૫૯.૪૦, પૈસાલો રૂ.૧.૬૭ વધીને રૂ.૩૯.૫૯, આઈઆઈએફએલ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૫૦૪.૭૫, પૂનાવાલા ફિન રૂ.૧૯.૧૫ વધીને રૂ.૫૩૬.૧૫, હોમ ફર્સ્ટ રૂ.૪૧.૬૫ વધીને રૂ.૧૨૬૩.૭૦, પેટીએમ રૂ.૩૭.૯૫ વધીને રૂ.૧૨૮૨.૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૦૪૮.૨૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ વેલ્યુબાઈંગ : સસ્તાસુંદર, મેક્સ હેલ્થ, રેઈનબો, અજન્તા ફાર્મા વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં સિલેક્ટિવ ખરીદી થઈ હતી. સસ્તા સુંદર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૩૧૮.૦૫, મેક્સ હેલ્થ રૂ.૪૬.૦૫ વધીને રૂ.૧૧૬૪.૦૫, રેઈનબો રૂ.૪૦.૩૦ વધીને રૂ.૧૩૪૦.૬૫, અજન્તા ફાર્મા રૂ.૫૬.૦૫ વધીને રૂ.૨૫૧૬.૧૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૪૩.૩૫ વધીને રૂ.૧૯૯૨.૨૦, નાટકો ફાર્મા રૂ.૧૬.૨૦ વધીને રૂ.૮૩૦.૧૦, સિક્વેન્ટ રૂ.૪.૩૦ વધીને રૂ.૨૫૧.૯૫, ઈપ્કા લેબ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૧૪૪૬ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૧.૮૨ પોઈન્ટ વધીને ૪૪૬૫૧.૦૩ બંધ રહ્યો હતો.

જેપી પાવર, ગ્રેબિયલ ઈન્ડિયા, અવન્તી ફીડ, લિન્ડે ઈન્ડિયા, ક્વેસ, સાઉથ ઈન્ડિયન બેંક, પ્રિકોલમાં તેજી

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર અન્ય શેરોમાં જેપી પાવર રૂ.૨.૬૭ ઉછળીને રૂ.૨૦.૩૧, ગ્રેબિયેલ ઈન્ડિયા રૂ.૧૩૦.૯૫ વધીને રૂ.૧૧૧૫.૯૫, અવન્તી ફીડ રૂ.૭૬.૨૫ વધીને રૂ.૮૪૨.૮૦, લિન્ડે ઈન્ડિયા રૂ.૩૭૩.૨૫ વધીને રૂ.૬૦૬૬.૪૦, ક્વેસ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૨૨૨.૭૦, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૮૩ વધીને રૂ.૪૧.૦૬, પ્રિકોલ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૬૬૦.૫૫, એન્ડયુરન્સ રૂ.૧૧૮.૯૦ વધીને રૂ.૨૭૩૬.૧૫, જેકે સિમેન્ટ રૂ.૨૧૯.૭૦ વધીને રૂ.૫૭૦૮.૬૦, સોના કોમ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૫૦૬.૯૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત થઈ રહેલું ઓફલોડિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૨૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે આઈટી શેરોની આગેવાનીએ આક્રમક તેજી સામે ફંડો, ખેલંદાઓએ સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૭  અને ઘટનારની સંખ્યા ૨૪૨૭  રહી હતી. 

FPIs/FIIની રૂ.૧૫૮૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૬૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૫૮૦.૭૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૭૭૪.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૯૪.૨૦  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૩૬૦.૨૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૯૦૪.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૪૪.૦૫ કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૪ લાખ કરોડ

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે એ ગુ્રપના શેરોમાં આકર્ષણ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ પસંદગીની તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૪ લાખ કરોડ પહોંચી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…
Business

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…

April 3, 2026
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
Next Post
350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak…

350 કરોડ યુઝર્સના પાસવર્ડ,ઇ-મેઇલ લીક થતા હોબાળો | Uproar as passwords emails of 350 crore users leak...

ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી | 39171 applications received for 115 vacanc…

ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી | 39171 applications received for 115 vacanc...

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો | Municipal Corporation satisfied by remov…

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં દબાણો હટાવી મનપાએ સંતોષ માન્યો | Municipal Corporation satisfied by remov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

4 weeks ago
કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…

5 months ago
જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …

જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …

4 weeks ago
વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News