gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને એક મહત્ત્વનું સૂચન કર્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે શાકભાજી અને ફ્રૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓનો અસરકારક પ્રતિબંધ લાદી તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા જણાવ્યું હતું.

સખત પ્રતિબંધથી કપડાની થેલી તરફ લોકો વળશે: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકના લીધે ફેલાતા ગંભીર પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ‘અમ્યુકો સત્તાવાળાઓ અને અધિકારીઓ દ્વારા જો શાકભાજી કે ફળફળાદિ વેચનારા લોકોની તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકાશે તો લોકોને કપડાની કે કાગળની થેલીનો વિકલ્પ મળી રહેશે. ઉતરાખંડ અને હિમાચલમાં તો, પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે.’

આ પણ વાંચો: ખાખી પર લાગ્યો દાગ: અમદાવાદના વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં

હાઈકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટના અસરકારક નિકાલ માટેની હિમાયત કરી

સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને AMC દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં પ્લાસ્ટિક કચરા અને તેના નિકાલની જાગૃતિ સંદર્ભે 2400થી વધુ ઈવેન્ટ્‌સ-કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દરમિયાન દસ હજાર ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરાયુ હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ કપડાની થેલી માટેના 250 જેટલા મશીનો પણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે દોઢ કરોડ જેટલી મોટી માત્રામાં કપડાની થેલીઓનું લોકોને વિતરણ કરાયું હતું.’

અમ્યુકો તરફથી જણાવાયું કે, ‘અમદાવાદ શહેરમાં ડોર ટુ ડોર કલેકશન અંતર્ગત દિવસમાં 350 મેટ્રીક ટન પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે. 75 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પ્લાસ્ટિક પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી ₹15 કરોડનો દંડ વસૂલ્યો અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કરાયું છે. કસૂરવારની દુકાન પણ સીલ કરવામાં આવે છે.’

તમામ નગરપાલિકાઓ પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ

હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સાત ઝોનમાં થઈ રહેલી અસરકારક અમલવારીને ધ્યાનમાં લીધી હતી, પરંતુ સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ જરૂરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. કેસની વધુ સુનાવણી હવે આવતા મહિને મુકરર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a...

EPFOમાં મોટા ફેરફારની તૈયારી… સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes…

EPFOમાં મોટા ફેરફારની તૈયારી... સેલેરી લિમિટ વધી શકે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે! | Major changes...

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la…

ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ | new la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

5 months ago
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

7 months ago
વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

5 months ago
ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News