![]()
હાઇકોર્ટમાં ચાલતા કેસ સંબંધે ઉછીના લીધેલા
વર્ષ ૨૦૧૧માં હાઇકોર્ટમાં કેસ પુરો થઇ જવાથી આરોપીને રૃપિયા ૩૫ લાખની રકમ વ્યાજ સહિત પરત મળી ગઇ હતી
ગાંધીનગર : ગાંધીનગરના ખોરજ વિસ્તા રમાં ટ્રાન્સફર થયેલી અમદાવાદની
કંપનીના ડાયરેક્ટરના પરિચિત દ્વારા હાથ ઉછીના લેવામાં આવેલી રૃપિયા ૩૫ લાખની રકમ
૨૦ વર્ષે પણ પરત નહીં કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આરોપીનો
કેસ ચાલતો હોવાથી હાઇકોર્ટ દ્વારા ૩૫ લાખ જમા કરાવવા આદેશ કરાયાના પગલે કંપનીએ
તેને આ રકમ આપી હતી. પરંતુ ૨૦૧૧માં કેસ પુરો થતાં તેને આ નાણા વ્યાજ સહિત પરત મળી
ગયા હતાં.
ખોરજમાં અદાણી શાંતિગ્રામ સ્થિત જીએસઇસી કંપનીમાં લીગલ
ઓફિસર તરીકે કામ કરતાં અને અમદાવાદના બહેરામપુરામાં વિસ્તારમાં રહેતા હિતેશભાઇ
શંકરલાલ પરમારે ઉપરોક્ત બનાવ સંબંધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના
દશક્રોઇ તાલુકાના બારેજ ગામે રહેતા પ્રશાંતભાઇ પનુભાઇ શાહનું નામ દર્શાવ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૭માં હાઇકોર્ટમાં પ્રશાંતભાઇનો કેસ ચાલતો હતો.
ત્યારે કોર્ટે તેમને રૃપિયા ૩૫ લાખ જમા કરાવવા આદેશ કર્યો હતો. નાણા નહીં હોવાથી
પ્રશાંતભાઇએ જીએસઇસીના ડાયરેક્ટર એવા રાકેશભાઇ આર. શાહને વાત કરતાં કંપની દ્વારા તેને
રૃપિયા ૩૫ લાખ હાથ ઉછીના આપવાને મંજુરી અપાઇ હતી અને રૃપિયા ૩૫ લાખનો કાલુપુર
બેંકનો ચેક કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. કેસ પુરો થયા બાદ આ રકમ પરત આપવાનો
વિશ્વાસ આરોપીએ આપ્યો હતો. પરંતુ તેમ કર્યુ ન હતું. દરમિયાન ગત એપ્રિલ મહિનામાં
કંપનીના હિસાબોના ઓટિડ દરમિયાન આ વાત સામે આવી હતી. જેના પગલે હાઇકોર્ટના કેસ
સંબંધેની તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઇ હતી, કે કેસ તો વર્ષ ૨૦૧૧માં પુરો થઇ ગયો હતો. હાઇકોર્ટ દ્વારા
૩૫ લાખની રકમ વ્યાજ સહિત આરોપીને પરત કરી દેવાઇ હતી. જેના પગલે આરોપીને નોટિસ
આપીને નાણા પરત કરવા જણાવ્યા છતાં આરોપીએ ભરપાઇ નહીં કરતાં આખરે પોલીસ સમક્ષ
ફરિયાદ નોંધાવવામાં આવી હતી.










