American Girl Jaclyn Forero came to India for her love: પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમને જાતિ, સંપ્રદાય, ધર્મ અને કોઈ સરહદ નથી નડતી. આજકાલ વિદેશી યુવતીઓ સાથે પ્રેન લગ્નના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે ને કે જ્યારે સાચો પ્રેમ હોય છે ત્યારે વ્યક્તિ બધુ છોડીને પોતાના પ્રેમ પાસે આવી જાય છે. હવે આવી જ સ્ટોરી અમેરિકાની ફોટોગ્રાફર જેકલીન ફોરેરોની પણ છે.
અમેરિકન ‘ફોટોગ્રાફર’ બધુ છોડીને આંધ્રપ્રદેશ આવી ગઈ
જેકલીનની મુલાકાત આંધ્ર પ્રદેશના એક યુવક ચંદન સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. વાત ડાયરેક્ટ મેસેજથી શરૂ થઈ પછી ધીમે-ધીમે ચેટિંગ અને વીડિયો કોલ્સ શરૂ થયા. બંને વચ્ચે આ ડિજિટલ રિલેશન 14 મહિના સુધી ચાલ્યું અને પછી જેકલીને ભારત આવીને ચંદનને મળવાનો મોટો નિર્ણય કર્યો.
આ પણ વાંચો: બ્રેકઅપ બાદ તમન્ના ભાટિયા ફરી પ્રેમની શોધમાં? કહ્યું – કોઇ સહારા મિલ જાએ…
જેકલીને ચંદન સાથેની પોતાની પ્રથમ મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમના વીડિયો કોલ્સના સ્નિપેટ્સ અને પ્રથમ મુલાકાતના ઈમોશનલ ક્ષણ સામેલ હતા. વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, ’14 મહિના સાથે અને હવે એક મોટા નવા અધ્યાય માટે તૈયાર.’
જેકલીન ચંદનથી 9 વર્ષ મોટી
રસપ્રદ વાત એ છે કે, જેકલીન ચંદનથી 9 વર્ષ મોટી છે, પરંતુ પ્રેમના આ સબંધમાં ઉંમરનું આ અંતર ક્યારેય દિવાલ ન બન્યું. જેકલીને ન તો સમાજની પરવાહ કરી કે ન તો લોકોના વિચારની પરવાહ કરી. બસ સાત સમંદર પાર પોતાના પ્રેમીને મળવા ભારત આવી ગઈ.
આ અનોખી લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર
તેમની આ અનોખી લવ સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે. લોકો તેના આ સાચા પ્રેમની મિસાલ આપતા ખૂબ વખાણ કરી રહ્યા છે. કોઈ તેમને રિયલ લાઈફ લેલા-મજનૂ ગણાવી રહ્યા છે તો કોઈ કહી રહ્યું છે કે, ‘જો પ્રેમ સાચો હોય તો રસ્તો આપમેળે બની જાય છે.’