![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
અમદાવાદ શહેરમાં ૨૦૩૦ની સાલની કોમનવેલ્થ ગેમ્સ યોજવાના
નિર્ણયને આજે મંજૂરીની મહોર મારવામાં આવી તે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના
પરિસરમાં ફાઈવ અને સેવલ સ્ટાર્સ હોટેલ ઉપરાંત ફોર સ્ટાર હોટેલમાં પણ મોટું રોકાણ
આવવાની સંભાવના વધી ગઈ છે. તેની સાથે જ પશ્ચિમ અમદાવાદની પ્રોપર્ટીઓના ભાવમાં પણ
મોટો ઊછાળો આવવાની સંભાવના વધી ગઈ છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ પછી ૨૦૩૬ની ઓલિમ્પિક
ગેમ્સની ફાળવણી પણ ગુજરાત ભારતને કરવામાં આવે તેવી આશા સાથે પણ જંગી રોકાણ આવવાના
દરવાજા ખૂલી ગયા છે. કારણ કે રમતોત્સવ ચાલુ હોય ત્યારે હોટેલના રૃમ્સ ભાડે
રાખનારાઓની સંખ્યા વધી જતાં તેનો સરેરાશ ઓક્યુપમ્સી રેટ ૯૦ ટકાથી પણ ઉપર જાય છે.
ગાંધીનગર અને ચાંદખેડા, એરપોર્ટ
વિસ્તારમાં ખાસ્સંુ ડેવલપમેન્ટ થશે. અમદાવાદના મોટેરા, ગિફ્ટ
સિટી નવી હોટેલો સ્થપાવાની સંભાવના રહેલી છે.
મેરિયોટ, હ્યાટ, તાજ, આઈટીસી જેવી હોટેલ્સ્ તેમના નેટવર્કનું વિસ્તરણ કરશે. તેમ જ ફિઝિયો ફ્લોર,
હાઈ પ્રોટીન કિચન અને આઈસ બાથ સહિતની સુવિધાઓ સાથેની નવી હોટેલ્સ
શરુ થશે. રેસ્ટોરાં અને ફૂડ ચેઈનને પણ વેગ મળશે. ભારતીય હોટેલ્સ વિદેશી હોટેલ્સ
સાથે જોડાણ પણ કરે તેવી સંભાવના રહેલી છે.
અમદાવાદ અને ગાંધીનગરની ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર
હોટેલ્સમાં અત્યારે ૬૦૦૦ જેટલા્ર રૃમ્સ છે. તેમાં બીજા ૨૦ ટકાથી વધુ રુમ્સનો ઉમેરો
થવાની સંભાવના રહેલી છે. તેને માટે હોટેલ ઇન્ડસ્ટીઝમાં નવું મોટું રોકાણ આવવાની
સંભાવના રહેલી છે. નવી હોટેલ ડેવલપ કરવા માટેનો સ્કોપ પણ સારામાં સારો છે. તેમાંય
વળી ૨૦૩૬ની સાલની ઓલિમ્પિક ગેમ્સની ફાળવણી કરી દેવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સ
પહેલા રોકાણ કરનારાઓનો બખાં થઈ જવાની સંભાવના રહેલી છે.
રમતગમતના રસિયાઓ, એથ્લેટ્સ,
સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ અને કંપનીઓ કોમનવેલ્થ
ગેમ્સની ભારતને અને તેમાંય ખાસ કરીને અમદાવાદને ફાળવણી કરવામાં આવે તેની આતુરતાથી
રાહ જોઈ રહ્યા હતા. કોમન વેલ્થ ગેમ્સના આયોજનની છૂટ મળી જતાં અમદાવાદ શહેરના
રસ્તાઓને ખરેખર ડસ્ટ ફ્રી બનાવવા માટે ગુજરાત સરકારે અને અમ્યુકોએ સારામાં સારી
મહેનત કરવી પડશે. સમગ્ર શહેરના રસ્તાઓને તથા તેની આસપાસની ફૂટપાથોને નવો ઓપ આપવો
પડશે. તેવી જ રીતે ટ્રાફિકનું જડબેસલાક મોનિટરિંગ કરવા માટે સી. સી. ટીવી કેમેરાના
નેટવર્કને વધુ સંગીન અને અસરકારક બનાવવુું પડશે. હાઈ પ્રોટનવાળા ડ્રિન્ક્સ આપનારા
કિચન પણ ચાલુ થશે.
દુનિયામાં જાણીતી સ્પોર્ટ્સ એકેડમી સક્રિય થશે
કોમનવેલ્થ ગેમ્સની
અમદાવાદને ફાલવણી કરવામાં આવતા યુવાનોનો રમતગમમાંનો રસ વધી જશે. તેમ જ રમતોત્સવ
પૂરો થયા પછીય ગુજરાતની મુલાકાતા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધરો થઈ જશે.
તેની સાથે જ પશ્ચિમ અમદાવાદ સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોની માલિકીની
મિલકતના ભાવમાં જંગી ઊછાલો આવવાની સંભાવના વધી ગઈ છે. વિશ્વસ્તરની મોટી સ્પોર્ટ્સ એકેડમી તેમની
બ્રાન્ચ અમદાવાદના ચોક્કસ વિસ્તારોમાં જાહેર કરી શકે છે.










