![]()
– આંકલાવના આસોદરા ગામ પાસે અકસ્માત
– પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડયો
આણંદ : વાસદ-તારાપુર હાઇવે પર આવેલા આંકલાવના આસોદર ગામના બ્રિજ નજીક એક એક્ટિવા આગળ જઈ રહેલા વાહનની પાછળ અથડાતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બોરસદ તાલુકાના નિસરાયા ગામે રહેતા સંદીપભાઈ લાલભાઈ પટેલ વાસદ ખાતે આવેલી એક તુવેર દાળની કંપનીમાં નોકરી કરતા હતા. સોમવાર રાત્રિના સુમારે તેઓ નોકરી પરથી છૂટીને એક્ટિવા લઈને પરત નિસરાયા ગામે જવા નીકળ્યા હતા. ત્યારે વાસદ-તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલી આસોદર ચોકડી નજીકના બ્રિજ પરથી તેઓે પસાર થઈ રહ્યાં હતા ત્યારે આગળ જઈ રહેલા કોઈ વાહનની પાછળના ભાગે તેમની એક્ટિવા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સંદીપ પટેલ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે જાણ થતા આંકલાવ ઘટના સ્થળે દોડી જઈને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.










